વ્યવસાય

‘Lakh’ કે ‘Lac’ માંથી સાચું શું? RBIએ જણાવ્યું કે શું લખશો તો ચેક કેન્સલ થઈ શકે છે..

કેન્દ્ર સરકાર ડિજિટલ ટ્રાન્જેક્શનને સતત પ્રોત્સાહન આપી રહી છે. આ જ કારણ છે કે લોકો આજકાલ UPIનો ઉપયોગ વધુને વધુ કરી રહ્યા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકો સાથેના ટ્રાન્જેક્શનમાં પણ ઝડપથી વધારો થયો છે. ડિજિટલ ટ્રાન્જેક્શનના આ યુગમાં બેંકો દરેકના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. કેશ ઉપાડવાથી લઈને જમા કરવા સુધી […]

વિજ્ઞાન અને ટેકનોલોજી

હવે એન્ડ્રોઇડ ક્રોમ બ્રાઉઝરમાં નેનો બનાના ઇમેજ જનરેશન

ગૂગલ કંપનીએ ઓગસ્ટ ૨૦૨૫માં પહેલી વાર ‘નેનો બનાના’ નામે એઆઇ ઇમેજ જનરેશન ટૂલ લોન્ચ કર્યું ત્યારથી તેની ક્ષમતાએ ખાસ્સી એવી ચર્ચા જગાવી છે. આ ટૂલનું ઓફિશિયલ નામ ‘જેમિની 2.5 ફ્લેશ ઇમેજ’ છે. આ ટૂલ આપણી શાબ્દિક સૂચના મુજબ લગભગ કોઈ પણ પ્રકારની ઇમેજ જનરેટ કરી આપે છે. હવે, ગયા મહિને એટલે કે નવેમ્બર ૨૦, ૨૦૨૫માં નેનો બનાના પ્રો વર્ઝન પણ લોન્ચ થઈ ગયું […]

વિજ્ઞાન અને ટેકનોલોજી

સૌરતોફાન ગેનન પાછળ ચુંબકીય ક્ષેત્ર જવાબદાર : આદિત્ય-એલ1નું સંશોધન

નવી દિલ્હી : ભારતની ખગોળ સ્થિત પ્રથમ સૌર વેધશાળા આદિત્ય એલ૧ દ્વારા પૃથ્વી પર તાજેતરમાં ત્રાટકેલાં સૌથી શક્તિશાળી સૌર તોફાનની તાકાતનો અંદાજ માપવામાં ભજવવામાં આવેલી મહત્વની ભૂમિકાને સમજાવતાં ભારતીય વિજ્ઞાાનીઓના એક અભ્યાસને એસ્ટ્રોફિઝિકલ જર્નલ લેટર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ અભ્યાસમાં સૌર તોફાન દરમ્યાન બનેલી અસામાન્ય ઘટનાઓ સમજવા નાસાના વિન્ડ સહિત છ ઉપગ્રહોની સાથે મળી […]

વિજ્ઞાન અને ટેકનોલોજી

સૌની માહિતીનું સરેઆમ વેચાણ !

હજી હમણાં, ગયા બુધવારે ‘ટેક્નોવર્લ્ડ’માં આપણે ‘સૌની માહિતનું સરેઆમ શેરિંગ’ શીર્ષક સાથે, ભારતમાં શરૂ થયેલી એક ખાસ્સી જોખમી વેબસાઇટ વિશે વાત કરી હતી. એ વેબસાઇટ પર ભારતના કોઈ પણ વ્યક્તિનો ફોન નંબર આપતાં, તેનું આખું નામ, સરનામું, લોકેશન, ઇમેઇલ એડ્રેસ, આધાર નંબર વગેરે બધી જ માહિતી મેળવી શકાતી હતી – કોઈ લોગ ઇન કે પાસવર્ડ કે ઓટીપી આપવાની જરૂર નહીં, બધું સાવ ખુલ્લું! ધાર્યા મુજબ, એ વેબસાઇટ […]

વિજ્ઞાન અને ટેકનોલોજી

એન્ડ્રોઈડમાં ફોન એપમાં ઉમેરાય છે ‘કોલ રીઝન’

ઘણી વાર એવું બનતું હોય છે કે આપણા પરિવારના કોઈ સભ્ય કે નજીકની પરિચિત વ્યક્તિ ફોન પર આપણો સંપર્ક કરવાનો પ્રયાસ કરે, એ સમયે આપણે બીજા કોઈ કામમાં વ્યસ્ત હોઇએ, પરિણામે આપણે ત્યારે ને ત્યારે એ કોલ રીસિવ ન કરીએ. આવે સમયે એવું પણ બની શકે કે એ વ્યક્તિએ આપણી સાથે તાકીદે વાત કરવી જરૂરી હોય, એ કોઈ […]

સુરેન્દ્રનગર

અડાલજથી શરૂ થયેલી 30 બાળકોની સાયકલ યાત્રા ચોટીલામાં પૂર્ણ થઇ

સુરેન્દ્રનગર : ગાંધીનગરના અડાલજ પાસે આવેલ જમિયતપુરા સ્થિત શાર્દુલ ગુરુકુળના ૮થી ૧૧ વર્ષના ૩૦ બાળકો, ૧૦ ગુરુજનો અને માતાઓ સાથે ચોટીલાના દર્શનાર્થે ૨૧૦ કિલોમીટરની સાયકલ યાત્રા પર ૬ ડિસેમ્બર (માગશર વદ બીજ)ના રોજ વહેલી સવારે નીકળાયા હતા અને ૧૨ ડિસેમ્બર (માગશર વદ આઠમ)ના રોજ ચોટીલા પહોંચી સાયકલ યાત્રા પૂર્ણ કરી હતી. ૦૬ દિવસની પ્રેરક યાત્રામાં […]

રાજકોટ

રાજકોટના કોટડાસાંગાણીમાં ગૌશાળામાં ઘાસચારો ખાધા બાદ 80 જેટલી ગાયોના તરફડીને મોત

રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે (12મી ડિસેમ્બર) સવારે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયોના તરફડીને મોત થતાં સાંજ સુધીમાં 80 જેટલી ગાયોના મૃત્યુ નીપજ્યા હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. નિત્યક્રમ બાદ […]

મોરબી

મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી

 મોરબીમાં ઐતિહાસિક મણીમંદિરે પાસે બપોરે દરગાહનું દબાણરૂપ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી હતી. બાદમાં આજે દરગાહનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેને પગલે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને પોલીસ […]

ભાવનગર

તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત

ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલીંગ પ્રક્રિયા કરાતી હોય છએ. જેમાં લેબ ટેસ્ટીંગ બાદ ભાવનગરમાં આવેલ ૬૦ અને બોટાદના ૨૯ નમૂના પાસ થયા હતાં. તો ગેલોટસ ફુડ પ્લાઝાની ધ ટી સ્પોટ શોપનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ અને તળાજા ફુલસરની ડેરીમાંથી મિક્સ મિલ્કના બે નમૂના સબસ્ટાન્ડર્ડના કેસ ચાલી જતા […]

બોટાદ

20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના નામંજૂર

બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે બાકીના 9 આરોપીની જામીન અરજી રદ્દ કરી દીધી છે. જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત મોટા ભાગના નેતાઓનો સમાવેશ થાય છે. હડદડમાં થયેલી તકરારની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો […]