નર્મદા

નર્મદામાં AAPના જિલ્લા પ્રમુખ પર હુમલો, ગાડીમાં તોડફોડ; પોલીસ બુટલેગરોને છાવરતી હોવાનો આરોપ

નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટી (AAP)ના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. નાંદોદ તાલુકાના મયાસી ગામમાં સભા પતાવી પરત ફરી રહેલા નિરંજન વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર 15થી 20 શખસોની ટોળકીએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસની કામગીરી સામે ગંભીર […]

તાપી

તાપીમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓની જુગલબંધી: માજી MLAની હોટલના ઉદઘાટનમાં જયરામ ગામીતે રિબિન કાપી

તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના જામકી ગામે એક અનોખો રાજકીય વિવાદ સર્જાયો છે. નિઝર બેઠકના કોંગ્રેસના માજી ધારાસભ્ય સુનીલ ગામીતે નેશનલ હાઈવે નંબર 53 પર પોતાની નવી હોટલ શરૂ કરી છે. રવિવારે (26મી ઓક્ટોબર) યોજાયેલા આ હોટલના ઉદઘાટન સમારોહમાં વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સાથે ભાજપ સરકારના રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામીત પણ હાજર રહ્યા હતા. […]

ડાંગ

ગુજરાતમાં મંત્રીમંડળ વિસ્તરણ પહેલાં ડાંગમાં ભાજપને ફટકો, બે નેતાની ‘કેસરિયો’ છોડી કોંગ્રેસમાં ઘરવાપસી

ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારો થવાના એંધાણ છે. આવતીકાલે (17 ઓક્ટોબર) રાજ્યના મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, ત્યારે ડાંગ જિલ્લામાં ભાજપમાં મોટું ભંગાણ પડતું જોવા મળી રહ્યું છે. ભાજપના બે અગ્રણી નેતાઓએ ‘કેસરિયો’ છોડીને કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. આ નેતાઓમાં ડાંગ જિલ્લાના ભાજપના સક્રિય નેતા દીપક પીંપળે અને થોડા વર્ષો પહેલાં કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા […]

સાબરકાંઠા

પ્રાંતિજ લૂંટ કેસનો ભેદ ઉકેલાયો: મરચું નાખીને આતંક મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા, 7.71 લાખ રોકડા કબજે

 સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના દલપુર નજીક સપ્તાહ પહેલા થયેલી ચકચારી લૂંટના ગુનાનો પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. ફાઇનાન્સ એજન્ટની આંખમાં મરચું નાખી ફિલ્મી ઢબે લૂંટ ચલાવનાર છ આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી રોકડ સહિત લાખોનો મુદ્દામાલ કબજે કર્યો છે. શું હતી સમગ્ર ઘટના?  ગત અઠવાડિયે એક ફાઇનાન્સ પેઢીના એજન્ટ બાઈક પર સવાર થઈને […]

વાવ-થરાદ

SIRની કામગીરીને લઈને ગેનીબહેનનું મોટું નિવેદન, ‘કોંગ્રેસની વિચારધારા વાળા લોકોના ફોર્મ ઓછા ભરાય છે’

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ખેડૂતોના પ્રશ્નો અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે આજથી ઉત્તર ગુજરાતમાં ‘જન આક્રોશ યાત્રા’નું રણશિંગું ફૂંક્યું છે. બનાસકાંઠાના વાવ-થરાદ પંથકના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ખાતે ભગવાન ધરણીધરના દર્શન કરી કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ આ યાત્રાની શરુઆત કરી હતી. યાત્રાનો રૂટ અને કાર્યક્રમ  આ જન […]

મહેસાણા

મહેસાણાના ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકની આત્મહત્યા, માનસિક તણાવમાં હોવાનો દાવો

 મહેસાણામાં ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવક માનસિક તણાવમાં હોવાથી આ પ્રકારનું પગલું ભર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેરાલુના ધારાસભ્યના ફાર્મહાઉસમાં યુવકે કરી આત્મહત્યા મળતી માહિતી મુજબ, ખેરાલુના ધારાસભ્ય સરદાર ચૌધરીના ફાર્મહાઉસમાં ભરત માનસંગભાઈ કઠિયારા […]

બનાસકાંઠા

દાંતામાં પોલીસ-ફોરેસ્ટ અધિકારીની ટીમ પર પથ્થર અને તીર-કામઠાંથી હુમલો, 45થી વધુ જવાન ઘાયલ

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના પાડલીયા ગામે આજે(13 ડિસેમ્બર) પોલીસ અને ફોરેસ્ટ કર્મચારી-અધિકારીઓ પર હુમલાની ઘટના બની હોવાની માહિતી મળી રહી છે. અંબાજી નજીક આવેલા પાડલીયા ગામે ફોરેસ્ટની જમીન વિવાદ બાદ બબાલ થઈ હતી. આ દરમિયાન સ્થાનિક લોકોના ટોળાએ પહેલા ફોરેસ્ટ ટીમ અને બાદમાં પોલીસ ટીમ પર હુમલો થયો હતો. જેમાં PI આર.બી. ગોહિલ સહિત 45થી […]

પાટણ

પાટણ BJPમાં આંતરિક વિખવાદ: ‘વિકાસમાં પક્ષના જ સભ્યો અડચણરૂપ’- મહિલા પ્રમુખે CMને લખ્યો પત્ર

પાટણમાં BJPમાં આંતરિક વિખવાદની ઘટના સામે આવી છે. જેમાં પાટણમાં પાલિકા પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને વિકાસ વિરોધી ગણાવીને તેમની સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. ભાજપના મહિલા પ્રમુખે આક્ષેપ કર્યા છે કે, ‘પક્ષના 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ થાય છે અને કોંગ્રેસના સભ્યો સાથે મળીને વિકાસના કામોને બહુમતિથી નામંજૂર કરાવે છે. […]

ગાંધીનગર

ગુજરાતમાં મનરેગા હેઠળ શ્રમિકોને એક વર્ષમાં 100ની ‘ગેરન્ટી’ સામે ફક્ત 42 દિવસ જ કામ અપાયું

ગરીબ મજૂરોને કામના અધિકાર સાથે 100 દિવસ રોજગાર મળી રહે તે હેતુસર મનરેગા યોજનાનો અમલ કરાયો હતો. મનરેગા યોજનાનો મૂળભૂત હેતુ ભૂલાયો હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. તેનુ કારણ એ છેકે, ગુજરાતમાં ગરીબ પરિવારોને વર્ષમાં માંડ 42થી માંડી 49 દિવસ જ રોજગાર મળી શક્યો છે. ગુજરાત કરતાં બીજા રાજ્યોમાં મજૂરોને આ યોજના હેઠળ વધુ દિવસ […]

અરવલ્લી

બાયડના કોંગ્રેસ પ્રમુખ પ્રવિણ સિંહ સોલંકીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત, ટ્રેક્ટર સાથે બાઈકની ટક્કર

અરવલ્લી જિલ્લાના બાયડ અને સાઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રવીણસિંહ સોલંકીનું ગત રાત્રે માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. આ દુર્ઘટના બાયડ-કપડવંજ હાઈવે પર બોરલ ગામ નજીક લાકડા ભરેલા ટ્રેક્ટર સાથે બાઇકની ટક્કર થવાથી સર્જાઈ હતી. હાલ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, પ્રવીણસિંહ સોલંકી રાત્રિના સમયે પોતાની બાઇક […]