ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલીંગ પ્રક્રિયા કરાતી હોય છએ. જેમાં લેબ ટેસ્ટીંગ બાદ ભાવનગરમાં આવેલ ૬૦ અને બોટાદના ૨૯ નમૂના પાસ થયા હતાં. તો ગેલોટસ ફુડ પ્લાઝાની ધ ટી સ્પોટ શોપનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ અને તળાજા ફુલસરની ડેરીમાંથી મિક્સ મિલ્કના બે નમૂના સબસ્ટાન્ડર્ડના કેસ ચાલી જતા […]
Day: December 14, 2025
20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના નામંજૂર
બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે બાકીના 9 આરોપીની જામીન અરજી રદ્દ કરી દીધી છે. જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત મોટા ભાગના નેતાઓનો સમાવેશ થાય છે. હડદડમાં થયેલી તકરારની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો […]
પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ
પોરબંદર: પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં નાની માછલીઓ પણ જાળમાં ફસાઇ જાય એવી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પધ્ધતિથી માછીમારી કરતા હોય છે ત્યારે પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા બે પીલાણા હાર્બર મરીન પોલીસે પકડી ત્રણ ખલાસીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીનાં […]
દ્વારકાનાં નાગેશ્વર મંદિર ટ્રસ્ટને છ વિવાદિત મુદ્દે આકરી નોટિસ
દ્વારકા: યાત્રાધામ દ્વારકા નજીક આવેલા જયોતિર્લિંગ નાગેશ્વર મંદિર ટ્રસ્ટને દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા આકરી નોટીસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા તાકિદ કરી છે. દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુદ્દાવાર માગવામાં આવેલી વિગતોમાં નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓની ભારે ભીડભાડ રહેતી હોવાથી સુરક્ષા મુદ્દો ટાંકીને […]
ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત
ગુજરાતમાં કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીનો અંદાજિત 430 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર હવે એક નવા આર્થિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. સી-વીડ (દરિયાઈ શેવાળ) ની ખેતી એક ઝડપથી વિકસતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે, જે માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે. ગરીબ […]
જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન સોનોગ્રાફી માટેના જરૂરી રેકોર્ડ તથા ફોર્મ ભર્યા ન હોવાનું માલુમ પડતા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કાયદાના ભંગ બદલ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને બે માસ માટે પીએનડીટી નોંધણી રદ કરી કોર્ટ કાર્યવાહીની […]
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, […]
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. પારિવારિક કલેશના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પતિએ પિયરમાં રિસામણે રહેલી પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક હીનાબેન (ઉ.વ. 42) છેલ્લા આઠ […]
જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં, ચોરીનો માલ ખરીદનાર સોની સામે ગુનો ન નોંધાતા આશ્ચર્ય
કચ્છમાં જૂના વસ્ત્રો માગવાની આડમાં ઘરફોડ કરતાં બે સગાં ભાઈ ઝડપાયાં છે. આરોપી દ્વારા કચ્છના વિવિધ ગામડાંઓમાં જઈને વાડીઓમાં જૂના કપડાં માગીને તેને વેચવાની આડમાં બંધ ઓરડીની રેકી કરતાં હતા અને પછી ચોરીને અંજામ આપતા હતા. ઝડપાયેલા બંને આરોપી બોટાદના રાણપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે બંનેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ […]
અમરેલી: ચાલુ બસમાં યુવક બેભાન થઈ ઢળી પડ્યો
નારી તું નારાયણી! અમરેલી એસટી બસની મુસાફરી કરતાં એક મુસાફર માટે એ જ બસમાં મુસાફરી કરતી નર્સ ‘ભગવાન’ બનીને આવી હતી. જાફરાબાદ-રાજકોટ બસમાં જાફરાબાદનો યુવક સફર કરી રહ્યો હતો. જેને હાર્ટ સંબંધિત બીમારી હતી. અચાનક ચાલુ બસે તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. બસમાં સવાર મહિલા નર્સ દયાબેન મકવાણાએ બસ કંડકટર સાથે મળી યુવકને તાત્કાલિક […]
