વડોદરા-દહાણું રોડ ટ્રેનમાં એમ.એસ.ટી. (માસિક સિઝન ટિકિટ) ધારકો માટે સ્લીપર કોચ ઉપલબ્ધ કરાવવા વડોદરા ડી.આર.એમ. (ડિવિઝનલ રેલવે મેનેજર) સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. ડી.આર.યુ.સી.સી. (ડિવિઝનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી)ના સભ્ય એમ. હબીબ લોખંડવાલાએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, અગાઉ વડોદરા- દહાણું રોડ ટ્રેનમાં ડી-5, ડી-E, 2-7 અને ડી-8 એમ કુલ ચાર સ્લીપર કોચ એમ.એસ.ટી. ધારકો […]
Day: December 14, 2025
મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી
મહીસાગર જિલ્લામાં બાલાસિનોર તાલુકાના વડદલા ગામમાંથી પોલીસે ગાંજાની મોટા પાયે ખેતીનો પર્દાફાશ કર્યો છે. એરંડાની આડમાં ગાંજાના છોડ વાવેતર કરવામાં આવ્યું હતું. હાલ પોલીસે 2 કરોડ રૂપિયાના જથ્થા સાથે એક આરોપીને ધરપકડ કરી છે. મહીસાગરના બાલાસિનોર નજીક એરંડાની આડમાં ગાંજાની ખેતી, 2 કરોડથી વધુનો જથ્થો થપ્ત 2 – imaવડદલાના રત્નાજીના મુવાડામાં દરોડા બાલાસિનોર પોલીસને બાતમી […]
એક જ જગ્યાએ અડિંગો જમાવીને બેઠેલા 29 તલાટીઓની બદલી
એક સાથે 29 તલાટીઓની બદલી કરી દેવાતા પંચમહાલ તલાટી બેડામાં ફફડાટ વ્યાપ્યો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ કથિત લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે. જો કે પંચમહાલ જિલ્લા તંત્રએ વહીવટી કારણ આપી બદલી કરી હોવાનું જણાવ્યું છે. 7 તાલુકામાંથી 29 જેટલા તલાટીઓની બદલી પંચમહાલ જિલ્લા તંત્રના જવાબદાર […]
CID ક્રાઈમ પોલીસની મોટી કાર્યવાહી
ગાંધીનગરની સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ સીઆઈડી ક્રાઈમ પોલીસે રાજ્યની સૌથી મોટી કાર્યવાહી કરી હતી, જેમાં રૂ.804 કરોડના સાયબર ફ્રોડનો પ્રદાફાશ કર્યો હતો. આ મામલે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરમાં રહેતા રાહુલ અગ્રવાલ નામના યુવકની પણ સંડોવણી બહાર આવતાં આદિવાસી જિલ્લામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. સાયબર સેન્ટર ઓફ એક્સીલન્સની ટીમ દ્વારા સૌથી મોટી કાર્યવાહી હાથ ધરી […]
રતનપુરમાં ગેરકાયદેસર રેતી ખનન પર ‘જનતા રેડ’
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ગામે ઓરસંગ નદીના પટમાં બેરોકટોક ચાલતા ગેરકાયદેસર રેતી ખનન સામે આખરે સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધા સામે સ્થાનિક યુવાનોએ મેદાનમાં ઉતરી ‘જનતા રેડ’ કરી હતી, જેમાં લાખોનો મુદ્દામાલ ઝડપી પાડી ખનીજ વિભાગને સોંપવામાં આવ્યો હતો. જનતા રેડ અને મુદ્દામાલ રતનપુર નદીના પટમાં ગેરકાયદેસર ખનન […]
ખેડા: ‘ત્રીજા સંતાન’નો નિયમ તોડ્યો, જન્મનો ખોટો દાખલો રજૂ કર્યો; બામરોલીના મહિલા સરપંચની હકાલપટ્ટી
સરપંચ બનવા માટે આ તો કેવી લ્હાય કે ન કોઈ નીતિ, ન કોઈ નિયમ ખોટા દસ્તાવેજો રજૂ કરી તમામ નિયમ નેવે મૂકવા પડે, ચૂંટણી લડવા સરપંચે કાવાદાવા કર્યા અંતે ખેલ ઉઘાડો પડ્યો. ખેડા જિલ્લાના વસો તાલુકામાં આવેલા બામરોલી ગામમાં આ વિવાદ સર્જાયો છે. જ્યાં ગામના મહિલા સરપંચને હોદ્દા પરથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. શું […]
વિદ્યાનગરમાં સિક્યુરિટી ગાર્ડ અને યુવક પર શખ્સનો છરીથી હુમલો
આણંદ: આણંદ પાસેના વિદ્યાનગરના હરિઓમ નગર વિસ્તારમાં રહેતા એક સિક્યુરિટી ગાર્ડને નજીકમાં જ રહેતા એક શખ્સે પોલીસમાં બાતમી આપ્યાનો શંકા રાખી ગળાના ભાગે છરી મારી હતી. ત્યારબાદ હુમલો કરનાર શખ્સ ફરાર થઈ ગયો હતો અને એક એપાર્ટમેન્ટ પાસે અન્ય એક યુવક ઉપર પણ તેણે છરીથી હુમલો કરી ત્રણથી ચાર ઘા મારી દીધા હતા. શહેરના હરિઓમ […]
સાયબર ક્રાઇમનો નવો ટ્રેન્ડ: ‘મ્યુલ એકાઉન્ટ’ દ્વારા લાખોની છેતરપિંડી! અમદાવાદમાં બે આરોપીની ધરપકડ
સાયબર ક્રાઇમની દુનિયામાં હવે ગુનેગારોએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે, જેને પોલીસ ભાષામાં ‘મ્યુલ એકાઉન્ટ’ કહેવામાં આવે છે. સામાન્ય લોકોને નજીવી રકમની લાલચ આપીને તેમના બેન્ક ખાતાનો ઉપયોગ ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આવા જ બે ગુના દાખલ થયા છે, જેમાં પોલીસે બે આરોપી મહમદ ફેઝાન […]
સુરત :કોંગ્રેસમાં સંગઠનનું માળખું જાહેર થતાની સાથે જ ડખા શરુ
સુરત પાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મજબુત બનાવવા માટે જમ્બો સંગઠન માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ માળખામાં તમામ વર્ગને સાંકળી લેવાનો દાવો કરવામા આવ્યો છે પરંતુ નવું સંગઠન જાહેર કરવાની સાથે જ કોંગ્રેસના જૂના જોગીઓ માં ભારે નારાજગી જોવા મળી રહી છે. સંગઠન જાહેર કરાયાની ગણતરીની મિનિટોમાં જ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને મહામંત્રીએ રાજીનામા આપી […]
વલસાડ: પારડીમાં પુત્રની હત્યા કેસમાં પિતાને આજીવન કેદ, વૃક્ષના પૈસા ન આપવા બદલ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના રોહિણા ગામમાં પૈસાની નજીવી બાબતે પુત્રની હત્યા કરનાર કમનસીબ પિતાને વાપી કોર્ટે આજે (12 ડિસેમ્બર) આજીવન કેદની સજા ફટકારતો ચુકાદો આપ્યો છે. વાડીમાં કાપેલા વૃક્ષોના આવેલા નાણાં પુત્રને ન આપવા બદલ ઉગ્ર બોલાચાલી થયા બાદ પિતાએ પુત્ર પર કુહાડી વડે ઉપરાછાપરી ઘા ઝીંકીને ઢીમ ઢાળી દીધું હતું. શું હતો સમગ્ર બનાવ? […]
