પાદરા તાલુકા પંચાયત ની પ્રથમ મિટિંગ મળી પ્રમુખ મહેન્દ્ર સિંહ પઢિયાર, મુજપૂર,ઉપપ્રમુખ, કામિનીબેન પટેલ, વીરપુર, કારોબારી ચેરમેન _હરિભાઈ દેસાઈ કરખડી,પક્ષ નેતા, રઘુવીર સિંહ પરમાર, નરસિંહપુરા- દંડક તરીકે નરેન્દ્ર ભાઈ પરમાર માસરરોડ. વિજય થયા

પાદરા તાલુકા પંચાયત ની પ્રથમ મિટિંગ મળી જેમાં જીલ્લા ભાજપ ના મેન્ડેટ દ્વારા પ્રમુખ તરીકે મહેન્દ્ર સિંહ ઉદેસિંહ પઢિયાર, મુજપૂર,
ઉપપ્રમુખ, કામિનીબેન સંદિપ ભાઈ પટેલ, વીરપુર, કારોબારી ચેરમેન _હરિભાઈ વજાભાઈ દેસાઈ કરખડી,
પક્ષ નેતા, રઘુવીર સિંહ હિંમત સિંહ પરમાર, નરસિંહપુરા- દંડક તરીકે નરેન્દ્ર ભાઈ નિરાંત ભાઈ પરમાર માસરરોડ.
આપવામાં આવ્યો હતો
પાદરા તાલુકા પંચાયત ની પ્રથમ બેઠક સોમવારના રોજ તાલુકા પંચાયત ના હોલમાં મળી હતી
જેમાં એસડીએમ ઐશ્વર્યારાય દુબે ચૂંટણી અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાજપ, ના ૨૦ સદસ્યો અને કોંગ્રેસ ના ૬ સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા ભાજપ પક્ષ નો મેન્ડેટ જીલ્લા મહા મંત્રી યોગેશ અધ્યારુ, તાલુકા પ્રમુખ સંજય સિંહ પરમાર તાલુકા પ્રભારી દિલીપ સિંહ દ્વારા આપવામાં આવ્યો હતો જેમાં અધિકારી દ્વારા ચૂંટણી પ્રક્રિયામાં આંગળી ઉચી કરીને મતદાન થતા બહુમતીના આધારે પ્રમુખ તરીકે ભાજપના મહેન્દ્ર સિંહ પઢિયાર, ઉપપ્રમુખ તરીકે ભાજપના કામિનીબેન પટેલ કોંગ્રેસ ના ઉમેદવાર સામે વિજય થયા હતા
જ્યારે કારોબારી ચેરમેન તરીકે હરિભાઈ દેસાઈ, પક્ષના નેતા તરીકે રઘુવીર સિંહ પરમાર, દંડક તરીકે નરેન્દ્ર ભાઈ પરમાર ની જાહેરાત કરવામાં આવી હતી
આ વિજય ની જાહેરાત થતા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા પધારીને સહુ વિજેતા હોદેદારો નું સન્માન કર્યું હતું અને શુભેરછાઓ આપી હતી
આ પ્રસંગે સહુ હોદ્દેદારોને અભિનંદન આપવા તાલુકા પંચાયત ના સહુ સભ્યો , જીલ્લા પંચાયત ના સભ્યો પક્ષ ના પદાધિકારીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી ને અભિનંદન આપી પુષ્પહારથી સન્માનિત કર્યા હતા

માતૃરક્ષા ડિજિટલ ન્યૂઝ ગોપાલ ચાવડા

પાદરા તાલુકા પંચાયત ના ભાજપ ના પ્રમુખ મહેન્દ્ર સિંહ પઢિયાર, ઉપપ્રમુખ કામિનીબેન પટેલ વિજયી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *