મુંબઈ : વૈશ્વિક બજારોમાં ફરી ઈક્વિટી સામે ગોલ્ડ-સિલ્વરની તેજીના તોફાને ઈન્વેસ્ટરો, ખેલાડીઓને અચંબામાં મૂકી દીધા છે. ભારત વિરૂધ્ધ પશ્ચિમી દેશોએ મોરચો ખોલીને ફરી રશીયાના નામે પ્રેશર લાવવા ટેરિફ યુદ્વનો નવો દોર શરૂ કર્યો છે. મેક્સિકોએ ભારત પર આકરા ટેરિફ લાદવાનો નિર્ણય લઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ નહીં ધરાવતા દેશોના નામે ભારતની નિકાસોને ફટકો માર્યો છે. બીજી તરફ અમેરિકી ડોલર સામે રૂપિયાનું થઈ રહેલું રેકોર્ડ ધોવાણ પણ ભારત માટે નેગેટીવ પરિબળ બન્યું છે. હજુ જીઓપોલિટીકલ ટેન્શનને લઈ અનિશ્ચિતતાની સ્થિતિ જોતાં ઈક્વિટી બજારોમાં બે-તરફી ફંગોળાતી ચાલ જોવાય એવી શકયતા છે. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી નવા સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૫૬૫૫ થી ૨૬૪૪૪વચ્ચે અને સેન્સેક્સ ૮૩૯૮૮ થી ૮૬૫૫૫ વચ્ચે અથડાતા જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : EXPLEOSOLUTIONS LTD.
બીએસઈ (૫૩૩૧૨૧), એનએસઈ (EXPLEOSOL) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, એક્સપ્લિઓ સોલ્યુશન્સ લિમિટેડ(EXPLEO SOLUTIONS LIMITED), જર્મનીના એક્સપ્લિઓ ગુ્રપે એક્સપ્લિઓ સોલ્યુશન સાથે અન્ય તમામ કંપનીઓ મર્જ કરીને પ્રમોટર હોલ્ડિંગ ૫૬.૧૭ ટકાથી વધારીને ૭૧.૦૭ ટકા કર્યું હતું. તુરત પછીના વર્ષમાં કંપનીએ ચોખ્ખા નફાના ૮૧.૩૮ ટકાના દરે ડિવિડન્ડ પે-આઉટ કર્યું, જે કેશ નફાના ૫૭.૯૧ ટકાને સમકક્ષ અને વર્ષ ૨૦૨૪-૨૫ માટે ૫૦૦ ટકા ડિવિડન્ડ છે. કંપની એક્સપ્લિઓ ગુ્રપનો એક ભાગ છે, જે એક વૈશ્વિક એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને કન્સલ્ટિંગ સર્વિસ પૂરી પાડે છે. કંપની અગ્રણી સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે. જેથી કંપની તેમને કાર્યકારી શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવામાં અને ભવિષ્ય-પ્રુફ તેમના વ્યવસાયોમાં પરિવર્તન દ્વારા માર્ગદર્શન આપી શકે. ચન્નઈ રજીસ્ટર્ડ ઓફિસ ધરાવતી કંપની ISO 9001:2015 અને ISO 27001:2013 પ્રમાણિત છે. કંપનીના ભારતના ડિલિવરી કેન્દ્રો ચેન્નઈ, મુંબઈ, કોઈમ્બતુર SSAE 16/ISAE 3402 અને PCI:DSS સુસંગત છે. એક્સપ્લિઓ સોલ્યુશન્સ યુ.એસ.એ., યુકે. યુએઈ અને સિંગાપોરમાં સંપૂર્ણ માલિકીની સબસીડિયરી કંપનીઓ અને ફિલિપાઈન્સ અને બેલ્જિયમમાં બ્રાન્ચ ધરાવે છે.
કંપની, જે ભારત, એશિયા પેસેફિક, યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, યુનાઈટેડ કિંગડમ, યુરોપ અને મધ્ય પૂર્વમાં ૩૦ વર્ષથી વધુ સમયથી કાર્યરત છે, જે ટેકનોલોજી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ્સમાં ૧૫૦થી વધુ બેંકિંગ અનને નાણાકીય સેવાઓ અને વીમા ગ્રાહકોને સજ્જ કરે છે. કંપની અન્ય ક્ષેત્રોના ગ્રાહકોને તેમની ડિજિટલ પહેલમાં પણ ટેકો આપે છે. એક્સપ્લિઓની સર્વિસિઝની વિશાળ શ્રેણીમાં ઈન્નોવેશન મેનેજમેન્ટ એન્ડ સોલ્યુશન્સ, ટ્રાન્સફોર્મેશન કન્સલ્ટન્સી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, પ્રોડક્ટ એન્ડ પ્રોસેસ એન્જિનિયરીંગ, ક્વોલિટી એન્ડ ટેસ્ટિંગ તેમ જ કસ્ટમર સપોર્ટ એન્ડ મેઈન્ટેનન્સનો સમાવેશ છે. કંપનીના ગ્રાહકો તેના શ્રેષ્ઠ-શોરિંગ ડિલિવરી કેન્દ્રોથી લાભ મેળવે છે, જે ડિજિટલ પહેલ સ્થાપિત કરવા અને સ્કેલિંગ કરવા માટે પરસ્પર અનુકૂળ ભાગીદારી મોડેલ પ્રદાન કરે છે. કંપની ભારત સ્થિત સોફ્ટવેર સર્વિસ પૂરી પાડતી, મુખ્યત્વે વિશ્વભરમાં બીએફએસઆઈ ઉદ્યોગને સોફ્ટવેર વેલિડેશન અને વેરીફિકેશન સર્વિસ પૂરી પાડે છે.
બિઝનેસ પ્રોફાઈલ : એક્સપ્લિઓ સોલ્યુશન્સ લિમિટેડ એક ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને કન્સલ્ટિંગ સર્વિસિઝ કંપની છે. જેનો મુખ્ય વ્યવસાય તેમના ગ્રાહકો-અન્ય વ્યવસાયોને મદદ કરવાનો છે. જેમાં સફળતાપૂર્વક ડિજિટલ સિસ્ટમ્સનું નિર્માણ કરવું, વિશ્વસનીય, ઉચ્ચ ગુણવતાવાળી, સુરક્ષિત અને સ્કેલેબલ છે.
સર્વિસ પોર્ટફોલિયો : ગુણવત્તા ખાતરી અને પરીક્ષણ, એન્જિનિયરિંગ સર્વિસસિઝ, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સ, કન્સલ્ટિંગ અને એડવાઈઝરી સર્વિસિઝ છે.
આવક : કંપનીની મોટાભાગની આવક પ્રોફેશનલ સર્વિસિઝમાંથી થાય છે. બીએફએસઆઈ, ઓટોમોટીવ, એરોસ્પેસ, ડિફેન્સ, રિટેલ અનને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં મોટા બિઝનેસો માટે ક્લાયન્ટ પ્રોજેક્ટો માટે ટીમ વર્ક સાથે કામ કરે છે.
પ્રોડક્ટસ : કંપની ખાસ સોફ્ટવેર ઓટોમેશન, એઆઈ એનાલિટિક્સ અને ડાટા ગવર્નન્સ માટે પ્રોપરાઈટરી ટુલ્સ અને પ્લેટફોર્મ્સના વેચાણમાંથી આવકનો નાનો હિસ્સો મેળવે છે.
ભૌગોલિક આવક પ્રમાણ : પ્રથમ ત્રિમાસિક નાણા વર્ષ ૨૦૨૬ : યુરોપમાંથી ૫૧.૬ ટકા, ઉત્તર અમેરિકામાંથી ૧૨.૧ ટકા, એશિયામાંથી ૩૬.૩ ટકા, ઉદ્યોગ મુજબ આવક વિભાજન : બીએફએસઆઈ ૮૦.૮ ટકા, એરોસ્પેસ ૮.૨ ટકા, ઓટોમોટીવ ૧૦.૭ ટકા, પરિવહન ૦.૩ ટકા છે. ઈન્નોવેશન અને પ્રોપરાઈટરી ટેકનોલોજીમાં કંપની તેના ઈન્નોવેટીવ ટુલ્સ વિકસાવવામાં રોકાણ કર્યું છે. જેમાં (૧) સોફિયા : એઆઈ ટુલ્સ જે ઓટોમેટ અને વેરિફાય સોફ્ટવેર જરૂરીયાતો અનને પરિક્ષણ માટે છે. (૨) ટેરેસા : ઝડપી સોફ્ટવેર ડિલિવરી માટે ઓટોમેશન પ્લેટફોર્મ. (૩) ઈઝી કનેક્શન્સ : ઈન્ટીગ્રેટિંગ ક્લાયન્ટ ડાટા પ્લેટફોર્મ્સ માટે ટુલ. (૪) એક્સપ્લિઓ.એઆઈ : ગ્રાહકો માટે ખાસ એઆઈ પ્લેટફોર્મ.
એઆઈમાં રોકાણ : કંપની એઆઈ પ્લેટફોર્માઈઝેશન અનને એઆઈ પોતાને અલગ પાડવાની ખાતરીમાં ખાસ કરીને બીએફએસઆઈ જેવા નિયંત્રિત ક્ષેત્રોમાં મોટું રોકાણ કરી રહી છે. જે ખાસ કરીને યુ.એસ., મધ્ય પૂર્વ અને ભારતમાં, જ્યારે યુરોપિયન બજારમાં મંદીના કારણે ઓફશોરિંગ તકનો લાભ લઈ રહી છે.
કોન્સોલિડેટેડ નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ જાન્યુઆરી ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪ : કુલ આવક રૂ.૧૦૨૫ કરોડ મેળવીને કરવેરા પૂર્વે નફો રૂ.૧૪૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૦.૦૫ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૩૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૬૬.૫૨ હાંસલ કરી છે.
(૨) પ્રથમ ત્રિમાસિક એપ્રિલ ૨૦૨૫થી જૂન ૨૦૨૫ : કુલ આવક ૩ ટકા વૃદ્વિએ રૂ.૨૬૦ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૮ ટકા વધીને રૂ.૮.૨૮ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૭.૮૬ ટકા થકી ચોખ્ખો નફો ૧૫ ટકા ઘટીને રૂ.૨૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૧૩.૧૬ હાંસલ કરી છે.
(૩) બીજા ત્રિમાસિક જુલાઈ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક ૯ ટકા વધીને રૂ.૨૮૩ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૧૬ ટકા વધીને રૂ.૫૨ કરોડ અને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૪.૩૫ ટકા થકી ચોખ્ખો નફો ૧૨ ટકા વધીને રૂ.૪૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૫.૬૨ હાંસલ કરી છે.
(૪) પ્રથમ અર્ધવાર્ષિક એપ્રિલ ૨૦૨૫થી સપ્ટેમ્બર ૨૦૨૫ : કુલ આવક ૬ ટકા વધીને રૂ.૫૪૨ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો ૬ ટકા વધીને રૂ.૮૦ કરોડ અને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૦૭ ટકા થકી ચોખ્ખો નફો ૨૭ ટકા વધીને રૂ.૬૦ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૩૮.૭૬ હાંસલ કરી છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫થી માર્ચ ૨૦૨૬ : અપેક્ષિત કુલ આવક રૂ.૧૧૦૭ કરોડ મેળવી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૭૦ કરોડ નોંધાવી નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૫૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૮૨.૫૮ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૬ થી માર્ચ ૨૦૨૭ : અપેક્ષિત કુલ આવક રૂ.૧૨૦૦ કરોડ થકી કરવેરા પૂર્વેનો નફો રૂ.૧૯૦ કરોડ અને અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૧૧.૮૩ ટકા થકી અપેક્ષિત ચોખ્ખો નફો રૂ.૧૪૨ કરોડ મેળવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૯૧.૫૦ અપેક્ષિત છે.
(૫) શેર હોલ્ડિંગ પેટર્ન : ૭૧.૦૫પ્રમોટર્સ હોલ્ડિંગ, ૮.૨૨ ટકા મ્યુચ્યુઅલ ફંડો, એચએનઆઈઝ પાસે, રિટેલ રોકાણકારો પાસે ૨૦.૭૩ ટકા છે. પ્રમોટર્સ હોલ્ડિંગ માર્ચ ૨૦૨૩ સુધી ૫૬.૧૭ ટકા હતું. વર્ષ ૨૦૨૩-૨૪માં અમાલ્ગમેશન થકી પ્રમોટર હોલ્ડિંગ વધીને ૭૧.૦૫ ટકા થયું છે.
(૬) ડિવિડન્ડ : વર્ષ ૨૦૧૫-૧૬માં ૨૪૦ ટકા, વર્ષ ૨૦૧૬-૧૭માં ૨૪૦ ટકા, વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૪૦ ટકા, વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૦ ટકા, વર્ષ ૨૦૨૪-૨૫માં ૫૦૦ ટકા.
(૭) બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૩ના રૂ.૪૫૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૩૫૨, માર્ચ ૨૦૨૫ના રૂ.૩૬૨, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૪૪૫, અપેક્ષિત માર્ચ ૨૦૨૭ના રૂ.૫૩૬
(૮) માર્ચ ૨૦૨૩ સુધી પેઈડ-અપ કેપિટલ રૂ.૧૦.૨૫ કરોડ હતી, જે અન્ય ગુ્રપ કંપનીઓના અમાલ્ગમેશન દ્વારા વધીને રૂ.૧૫.૫૨ કરોડ થઈ છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ઈન્વેસ્ટમેન્ટ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) જર્મનીની એક્સપ્લિઓ સોલ્યુશન્સ લિ.ના ૭૧ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, એક્સપ્લિઓ સોલ્યુશન્સ લિમિટેડ, ૮૧.૩૮ ટકા ડિવિડન્ડ પે-આઉટ શરૂ કરનાર, ૧૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગ વધારનાર, પૂર્ણ નાણા વર્ષ ૨૦૨૫-૨૬માં અપેક્ષિત ઈપીએસ રૂ.૯૧.૫૦ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૫૩૬ સામે શેર રૂ.૧૦૨૦ ભાવે, આઈટી ઉદ્યોગના સરેરાશ ૩૫ના પી/ઈ સામે ૧૧.૧૪ના પી/ઈએ ટ્રેડ થઈ રહ્યો છે.
