આરોગ્ય

લીવરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે આ 3 ફળ, શરીરમાંથી ગંદકી થશે દૂર; પાચન થશે મજબૂત

લીવર શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે. તે એક રીતે બોડીનું પાવરહાઉસ છે જે આખા શરીરને સ્વસ્થ રાખવા, ઓવરઓલ હેલ્થને સારી રાખવા, શરીરમાંખી ઝેરી તત્વોને દૂર કરવામાં અને પાચનમાં મદદ કરે છે. જો તમે તમારા લીવરને હંમેશા હેલ્ધી રાખવા માગો છો તો તમારે તમારી ડાયટને સંતુલિત કરવી જોઈએ, લાઈફસ્ટાઈલ સારી રાખવી જોઈએ અને ડાયટમાં આ ફળોને ચોક્કસ સામેલ કરવા જોઈએ.

આ ફળોમાં એન્ટીઑકિસડન્ટ અને ફાઈબર હોય છે જે હેલ્ધી લાઈફસ્ટાઈલની સાથે ટીમ અપ કરીને લીવરમાંથી ચરબી ઘટાડવામાં મદદ મળી શકે છે, જેનાથી લીવર રોગ અને ફેટી લીવરનું જોખમ ઓછું થાય છે.

ખાટા ફળો વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે

કીવી, લીંબુ, સંતરા અને મોસંબી જેવા ખાટા ફળો લીવર માટે ઉત્તમ છે. ખાટા ફળો વિટામિન સી અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને લીવરને ઝેરી તત્વોથી બચાવે છે. તેમાં રહેલા એન્ટીઑકિસડન્ટ લીવરમાં બળતરા પણ ઘટાડે છે અને ફેટી લીવરને વધવાથી અટકાવી શકે છે.

એક સફરજન અને લીવર રહેશે ફીટ

તમે સાંભળ્યું તો હશે જ ‘An apple a day keeps the doctor away’. વાસ્તવમાં સફરજન એ ગુણધર્મો અને પોષક તત્વોનો ખજાનો છે. તેથી તે લીવર સહિત તમારા દરેક અંગને ફાયદો પહોંચાડે છે. સફરજનમાં પેક્ટીન નામનું સોલ્યૂબલ ફાઈબર હોય છે. તે પેટ અને પાચનતંત્રમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે અને તેને સ્વસ્થ રાખે છે. જ્યારે શરીરમાંથી ટોક્સિન્સ નીકળી જાય છે ત્યારે લીવર પર દબાણ ઓછું થાય છે. દરરોજ સફરજન ખાવાથી લીવરમાં ચરબી જમા થવાનું જોખમ પણ ઓછું થાય છે.

બ્લૂબેરી અને સ્ટ્રોબેરી એન્ટીઑકિસડન્ટ્સનું પાવરહાઉસ

બ્લૂબેરી, બ્લેકબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી જેવા તમામ પ્રકારના બેરી શક્તિશાળી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે લીવરને ડેમેજ થવાથી બચાવે છે. બ્લૂબેરી અને ક્રેનબેરીમાં એન્થોસાયનિન નામના શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ હોય છે, જે લીવરના સેલ્સને ખતરનાક ઓક્સિડેટીવ તણાવ અને બળતરાથી રક્ષણ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *