નવસારીના જલાલપોરના ભાજપના ધારાસભ્ય આર.સી. પટેલ ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપી ચર્ચામાં આવ્યા છે. નવસારીમાં આશાપુરા મંદિર પાસે મહારાણા પ્રતાપની પ્રતિમાના ભૂમિપૂજન કાર્યક્રમમાં આર.સી.પટેલ નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને ટોણો મારતા કહ્યું કે, ‘તમે નવસારીની ચિંતા કરો, અમે અમારા વિજલપોરનું અમે કોડી લઈશું.’
નવસારીના વિજલપોરની હદ વિસ્તરમાં આવેલા પૈરાણિક શ્રી માથપુરી માતાજીના મંદિર નજીક આવેલા સર્કલ પાસે ભારતના મહાન યોદ્ધ મહારાણા પ્રતાપની પ્રતિમા મુકવા માટે ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જલાલપોરના આખા બોલા ધારાસભ્ય આર.સી.પટેલે પોતાના વક્તવ્યમાં જાહેર મંચ પરથી હાજર નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહને મોંઘમ ભાષામાં જણાવ્યું હતું કે, નવસારીના પૌરાણિક શ્રી આશાપુરી માતાજીના નામ હેઠળ આશાપુરી માતાના ચોકનું નામ તો આ સર્કલ સાથે ચાલુ એવું જ જોઈએ. તદુપરાંત અહીંયા મહારાણા પ્રતાપની મૂર્તિ મુકાશે એ તમને ઘૂસવા નહીં દે અને આગળ શિવાજી મહારાજની પ્રતિમા તો છે જ.
વધુમાં તમે નવસારીની ચિંતા કરો, અમારા વિજલપોરનું અમે જોડી લઈશું’ એમ કહી પોતાના વિજલપોરના ગઢમાં પોતાનું જ વર્ચસ્વ હોવાનું આડકતરી રીતે જણાવ્યું હતું. આ સાથે ભાજપ સંગઠન સાથેની પોતાની નારાજગી પણ જાહેર કરી હોવાની ચર્ચા ઉઠી છે.
ભૂતકાળમાં પણ અનેક વખત જાહેર મંચ પરથી આર.સી. પટેલે કહેલી વાતો ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેને જાણકારો લોકોનું ધ્યાન ખેંચવાના પ્રયાસ તરીકે જુએ છે. જ્યારે ભાજપ સંગઠન તેમને આખા બોલા સ્વભાવના હોવાથી તેઓ જે હોય તે બોલી નાખે નાખે છે એવું કહીને વાતને વાળવાનો પ્રયાસ કરે છે. જોકે, આજે કરેલી વાત જોતા તેમના ગઢમાં કોઈ ઘૂસણખોરી કરી રહ્યું હોય તેમ લાગે છે.
