વડોદરા

પાદરા તાલુકાના મૂજપુર ગામે પ્રાથમિક શાળા ના નવા ભવન માટે નું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

બે પ્રાથમિક શાળા ના નવા ભવન બનશે બે કરોડ ના ખર્ચે , ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને આગેવાનો ના હસ્તે કાર્યક્રમ યોજાયો

મુજપૂર ખાતે પ્રાથમિક શાળા નું ખાતમૂહુર્ત

પાદરા તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ તરફ એક વધુ મજબૂત પગલું ભરવામાં આવ્યું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શૈક્ષણિક માળખું અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના સંકલ્પ સાથે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વધુ બે પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પહેલથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણની પાયાભૂત સુવિધાઓને નવી દિશા મળશે.
મુજપુરના રેલાઈપુરા અને ગયાપુરા વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાઓનું નિર્માણ કુલ રૂ. 2 કરોડ 80 લાખના ખર્ચે કરવામાં આવશે. નવી શાળાઓમાં વર્ગખંડો, શૈક્ષણિક સાધનો, સ્વચ્છતા સુવિધાઓ અને વિદ્યાર્થી-મૈત્રીપૂર્ણ માળખું ઉભું કરવામાં આવશે, જેનાથી બાળકોને અનુકૂળ શૈક્ષણિક વાતાવરણ મળશે અને અભ્યાસ પ્રત્યે રુચિ વધશે.ખાતમુહૂર્ત કાર્યક્રમમાં. વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન જીગ્નેશભાઈ વસાવા તાલુકા પંચાયતના પ્રમુખ સહિત સદસ્યો, તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી સંજયસિંહ સહિત ભાજપ સંગઠનના વિવિધ હોદ્દેદારો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો સશક્ત સંદેશ આપતો રહ્યો.આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજના સર્વાંગી વિકાસનું આધારસ્તંભ છે અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને શહેર સમકક્ષ શિક્ષણ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *