પાદરા ,
લુણા ગામે આરોગ્ય મંદિરનું લોકાર્પણ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું
ઘાયજ અને ગણપતપુરા ગામના આગેવાનો બાળકો ભાઇઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને silox કંપનીનો આભાર માન્યો હતો
પાદરા તાલુકો વિકાસ ના અનેક જરૂરિયાત કામો સાથે આગળ વધી રહ્યો છે જેમાં તાલુકા ના અદ્યોગિક એકમો પણ સુંદર સહયોગ આપી રહ્યા છે
જેમાં તાલુકાના ઘાયજ અને ગણપત પુરા ગામે નાના ભૂલકાઓ માટે શિક્ષણ અને સંસ્કાર, નંદઘર, આંગણવાડીઓમાં મેળવતા હોય છે
ત્યારે બાળકોને બેસવા માટે નવીન અને સુંદર ,શિક્ષણ ના પ્રાથમિક સાધનો સાથે તાલુકાના એકલબારા સિલોક્સ ઈન્ડિયા કમ્પની ના CSR સહયોગ થી નિર્માણ પામેલ ભવન નું લોકાર્પણ શનિવારના રોજ પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં સિલોક્સ ઇન્ડિયાના એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ એચ આર મનીષ બક્ષી તથા એચ આર વિભાગના રીમા પટેલ, મયંક દોઢિયા,ICDS પાદરાના ભક્તિ બેન તથા તેમનો સ્ટાફ, પાદરા ભાજપ ના પ્રમુખ સંજય પરમાર , જીલ્લા પંચાયત સદસ્ય કાન્તા બેન પરમાર પાદરા તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકાના મહામંત્રી રાકેશ પટેલ
સહિત ઘાયજ અને ગણપત પુરા ગામ જનો પોતાના ગામોમાં મોટી સંખ્યામાં ગ્રામ જનો ઉપસ્થિત રહ્યા હતા અને લોકાર્પણ માં ભાગ લીધો હતો
જ્યારે લુણા ગામે આરોગ્ય મંદિર નું ઉદ્ઘાટન ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને જીલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબેન મહિડા ના હસ્તે સરકારના ખર્ચે નિર્માણ પામેલ આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જ્યાં નાગરિકોને આરોગ્ય સેવા સુલભ થશે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા પાદરા
પાદરાના ઘાયજ અને ગણપતપુરા ગામે આંગણવાડી નું ઉદ્ઘાટન


