પાદરા ગોપાલ ચાવડા
પાદરા સંતરામ મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા પારાયણ, પૂ મોહનદાસ મહારાજ ની પ્રેરણાથી રસીકભાઈ ગાંધી પરિવારના સંકલ્પ થી મયંક ભાઈ શાસ્ત્રી દ્વારા કથાનું રસપાન
યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય જ્યોતના શુભ આશીર્વાદ સાથે પાદરા ના શ્રી સંતરામ મંદિરના વર્તમાન મહંત શ્રી પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજની પ્રેરણાથી સ્વ. હસુમતીબેન રસિકભાઈ ના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે પોથીયાત્રા પાદરા નગરના નવાપુરા વિસ્તારમાં આવેલા હનુમાનજી દાદા ના મંદિર થી નીકળી હતી અને શ્રી સંતરામ મહારાજ ના મંદિર પહોચી હતી આ કથા ના વક્તા શ્રી મયંકભાઈ શાસ્ત્રી ના સુમધુર કંઠે તા.૧ જાન્યુઆરી થી તા ૭ જાન્યુઆરી સુધી બપોરે ૨-૩૦ ક. થી ૬-૦૦ ક. રાખેલ છે.
કથા ના યજમાન ગાંધી રસિકભાઈ મથુરભાઈ પરિવાર (U.S.A.) જેમાં મોટી સંખ્યામાં ભક્તો એ કથા સાંભળવાનો લાભ લીધો હતો.
કથા દરમ્યાન વિવિધ પ્રસંગો નું વર્ણન. ભક્તિ ભાવપૂર્વક મયંક શાસ્ત્રી સુંદર કરી રહ્યા છે જેથી શ્રોતાઓ કથા દરમ્યાન જકડાઈ રહ્યા છે કથામાં મોટીસંખ્યામાં બહેનો કથાનો લાભ લઈ રહ્યા છે
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા




