ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં પ્રસિદ્ધ અંબાજી મંદિરે પોશી પૂનમ માંઆદ્યશક્તિ જગદંબાના પ્રાગટ્યના શુભ દિન ભવ્ય કાર્યક્રમ યોજાયા હતા
જેમાં સવારમાં પ્રભાતફેરી નીકળી હતી બપોરે ચંડીપાઠ થયા હતા જ્યારે. બપોરે ધ્વજાની શોભા યાત્રા નગરના મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી જેમાં માતાજીના સ્વરૂપને રથમાં પધરાવીને જય માડી અંબે જય જય અંબેના જય નાદ નગરમાં ગુંજ્યા હતા અને શોભાયાત્રા બાદ મંદિરના શિખર ઉપર. ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું અને રાત્રે મહા ભંડારો મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં હજારો લોકોએ પ્રસાદી લીધી હતી હજારો મારી ભક્તો ઉઠ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ મંદિરના સંચાલક હેમેન્દ્ર ભાઈ જોશી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું અને સમગ્ર માઈ મંડળ ઉત્સાહથી સેવા આપી રહ્યા હતા આ શોભા યાત્રા ના પ્રસંગે પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, સૂર્યકાંત ભાઈ ચોક્સી મહાજન મંડળ ના પ્રમુખ,ઉદ્યોગપતિ હિતેશ ભાઈ પટેલ , પાલિકા સદસ્ય પરેશ ભાઈ ગાંધી સહિત આગેવાનો હાજર રહીને શોભાયાત્રા પ્રસ્થાન કરાવી હતી



