પાદરા ગોપાલ ચાવડા
પાદરા નગર પાલિકા ની મળેલી સામાન્ય સભા નગર ના અનેક વિકાસલક્ષી કાર્યો ને મંજૂર કરવામાં આવ્યા છે , રખડતાં ઢોર નો પ્રશ્ન હલ કરવા માટે, વૈકલ્પિક વ્યવસ્થા માટે મસ્તાનપુરા વિસ્તાર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી
પાદરા નગર પાલિકા ના સભાખંડ માં પાદરા નગર પાલિકા ના પ્રમુખ મનીષાબેન પટેલ તથા કારોબારી અઘ્યક્ષ સચિન ગાંધી ની અધ્યક્ષતા માં સામાન્ય સભા યોજાઈ હતી
જેમાં પાદરા ના વિવિધ વિસ્તારો માં વિકાસ લક્ષી કામો ને મંજૂરી આપવામાં આવી હતી જ્યાં પાદરા નગર માં રખડતા ઢોર વિકટ બનેલી સમસ્યા ના નિવારણ માટે પાદરા નગર પાલિકા ધ્વારા પાદરા મસ્તાનપુરા વિસ્તાર માં વૈકલ્પિક વ્યવસ્થા ના ભાગરૂપે જગ્યા ફાળવેલી છે જે આગામી મહિના થી અમલીકરણ પણ કરવામાં આવશે જે માટે તમામ કાર્યવાહી પાલિકા કરી દેવામાં આવી હોવાનું પૂર્વ પ્રમુખ પરેશભાઈ ગાંધી એ જણાવ્યું હતું




