પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા શ્રીમદ્ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરાયું છે જેના ઉપલક્ષમાં પાદરા ખાતે પોથીયાત્રા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને કથા શુભારંભ થયો હતો
પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ધ્વારા પાંચ દિવસીય શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે
હરિદ્વાર શાંતિકુંજ ખાતે અખંડ જ્યોત ને સો વર્ષ પૂર્ણ થતા તેમજ વંદનીય માતાજી ના અવતરણ ને સો વર્ષ પૂર્ણ થયા છે અને પૂજ્ય ગુરુદેવ ની સાધના ને પણ સો વર્ષ પૂર્ણ થયા છે જે ત્રિવેણી સંગમ ની ઉજવણી પૂર્વે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર ની પ્રેરણા થી પાદરા ગાયત્રી શકિત પીઠ મંદિર ખાતે શ્રીમદ પ્રજ્ઞા પુરાણ કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે પાંચ દિવસ વિવિધ પ્રસંગો સાથે કથાકાર પ્રજ્ઞા પુત્રી શ્રીમતિ મીનાક્ષીબેન કાબરિયા ધ્વારા કથા નું રસપાન કરાવમાં આવશે,
કથા ના ઉપલક્ષમાં પાદરા સ્ટેશન રોડ થી બાબુભાઈ પટેલ ને ત્યાં થી કથા નિમિતે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી જે નગર ના મુખ્ય રાજ માર્ગો પર ફરી હતી જેમાં મુખ્ય યજમાન બાબુભાઈ પટેલ તથા વિપુલચંદ્ર મહંત ના પરિવારજનો સહિત ગાયત્રી શકિત પીઠ મંદિર ના મુખ્ય ટ્રસ્ટી જીગ્નેશભાઈ ચોક્સી સહિત હર્ષદબાપા ખાસ ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા નગર ના રાજ માર્ગો પર ફરી, જેમાં કુંવારિકાઓ જવારા તેમજ કળશ અને પોથીયાત્રા માં બહેનો જોડ્યા હતા વિવિધ દેવી દેવતીઓ ના વેશભૂષા સાથે બાળકો એ શોભાયાત્રા ને આકર્ષણ બનાવી હતી શોભાયાત્રા ગાયત્રી મંદિર ખાતે સંપન્ન થઈ હતી જ્યાં બપોર બાદ મંદિર ખાતે કથા નો વિધિવત રીતે દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં એ આવ્યો હતો



