વડોદરા

પાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત

પાદરા
પાદરા વડોદરા રોડ ઉપર સાંગમા. નજીક અકસ્માત, અજાણ્યા વાહને બાઇક ચાલક સાંગમાં ગામના યુવકને ગંભીર ટક્કર મારી ભાગી ગયો જેમાં યુવક નું કમકમાટી ભર્યું મોત

પાદરા વડોદરા રોડ ઉપર ખાનગી કંપની પાસે એક કમકમાટી ભર્યો અકસ્માત થવા પામ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર સાંગમા ગામનો 22વર્ષ નો યુવાન વિશાલ રમેશ ભાઈ ચોહાણ રહે સાંગમા , હનુમાનજી વાળું ફળિયું જે પોતાના મિત્ર સાથે પાદરા કોઈ સગાને મૂકી ને બાઈક લઈને પરત ફરતા હતા ત્યારે સાંગમા નજીક એક ખાનગી કંપની પાસે કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારતા તેનું માથું કચડાઈ ગયું હતું માથાના કચર નીકળી ગયું હતું રોડ ઉપર લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું અને શરીરના અંગો બહાર રોડ ઉપર આવી ગયા હતા આ બનાવ બનતા બંને રોડ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો જ્યાં પોલિસે આવીને મૃતક ના શરીર નો કબજો લીધો હતો અને મૃતક વિશાલને પાદરા સરકારી હોસ્પિટલ માં પીએમ માટે લઈ ગયા હતા અને જામ ટ્રાફિક દૂર કર્યો હતો જ્યાં પરિવાર માં તેની માતા ને ખબર પડતાપાદરા સરકારી હોસ્પિટલમાં મૃત દીકરાને જોઈને હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા પોલિસે મૃતક ના મિત્રની ફરિયાદ લઈને ગુનો નોધી ભાગી ગયેલ અજાણ્યા વાહનને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે જેમાં મળતી માહીતી પ્રમાણે મૃતક ઘરમાં એકનો એક પુત્ર હતો તેના પિતા કોરોના મરણ પામ્યા હતા માતા ઘરકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે
આ બનાવ બનતા સમગ્ર સાંગમા ગામમાં ઊંડો શોક વ્યાપી જવા પામ્યો હતો અને સગા સંબંધીઓના ટોળા હોસ્પિટલમાં ભેગા થયા હતા
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *