૭૭ માં પ્રજાસતાક પર્વ ની પાદરા નગર ને તાલુકા માં આન, બાન અને શાન થી ઉજવણી કરવામાં આવી હતી
પાદરા તાલુકા ની મુખ્ય કચેરી ખાતે પાદરા ના મામલતદાર યોગેશભાઈ ચૌધરી ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો
પાદરા પોલીસ સ્ટેશન ખાતે પણ PSI ના હસ્તે ધ્વજવંદન કાર્યકમ યોજાયો હતો, જેમાં પોલીસ જવાન, તેમજ સ્ટાફ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
પાદરા સિવિલ કોર્ટ માં પણ ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો હતો
પાદરા નગર પાલિકા સંચાલિત ચોક્સી કે કે ગર્લ્સ હાઈસ્કુલ ખાતે નગર પાલિકા ના વાહન સમિતિ ના ચેરમેન દીપાલીબેન પટેલ ના હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ પાદરા શહેર પ્રમુખ દીપેશ પંચાલ સહિત હોદેદારો પાલિકાના સદસ્યો સહિત, વિદ્યાથીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
પાદરા નગર પાલિકા સંચાલિત પી.પી શ્રોફ હાઈસ્કુલ ખાતે શિક્ષણ સમિતિ ના ચેરમેન તેજસસિંહ ગોહિલ ના હસ્તે
ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પાલિકા ના સદસ્યો તેમજ વિદ્યાથીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા
પાદરા નગર પાલિકા ખાતે પાદરા નગર પાલિકા ના પ્રમુખ મનીષાબેન પટેલ ના હસ્તે ધ્વજવંદન કાર્યકમ યોજાયો હતો જેમાં પાદરા નગર પાલિકા સદસ્યો સહિત કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા



