પાદરા
પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું
પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ સહિત અધિકારીઓ હાજર રહી અધિકારીઓ , સાયકલ સવારોનું સન્માન કરવામાં આવ્યું
કંપની દ્વારા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા અને સી આઈ એસ એફ કમાન્ડન્ટ અને અધિકારીઓ નું સન્માન કરવામાં આવ્યું
ભારતમાં સરકારી અને મહત્વના ઉદ્યોગ સમૂહોને સુરક્ષા પુરી પાડતી સંસ્થા સીઆઈએસએફ દ્વારા દરિયાઇ સીમા પર આવતા ગામોને સાંકળતી વંદે માતરમ કોસ્ટલ સાયલોથોન યોજવામાં આવી હતી આજે વહેલી સવારે ખંભાત ના રાલેજ ગામે થઈ નીકળીને બોરસદ થઈને પાદરા મુકામે આવી પહોંચી હતી. જ્યાં સાયકલ સવારોનું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં સ્કૂલ ના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ દ્વારા ગુલાબ ની પાંખડીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં પાલિકાના સદસ્યો, ચેરમેનો તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા
: સીઆઈએસ એફ દ્વારા 28 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન આયોજિત વંદે માતરમ સાયકલોથોન માં સીઆઈએફએસના 65 કર્મીઓ જોડાયા હતા જેમાં 32 યુવતીઓ પણ જોડાઈ છે. પાદરા ખાતે આવી પહોંચેલી સાયકલોથોન નું ધારાસભ્ય ચિતનયસિંહ ઝાલા , સીઆઈએફેસ વડોદરા યુનિટના સિનિયર કમાન્ડન્ટ કૃષ્ણકાંત ભારદ્વાજ, નારાયણ પાવર ટેક ના એમડી ચિરાગ શાહ, કંપની એચ આર મેનેજર ભાજપ શહેર પ્રમુખ દીપેશ પંચાલ, તાલુકા બીજેપી પ્રમુખ સંજય પરમાર, સહિત કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જ્યારે પીપી શ્રોફ હાઇસ્કૂલ ના વિદ્યાર્થીઓ, કેકે ગર્લ્સ હોસ્પિટલ ની વિદ્યાર્થિનીઓ,ગામના આગેવાનો તેમજ વિધાર્થીઓ સ્વાગત કર્યું હતું. સાયકલોથોન યોજવા પાછળનો દરિયાઇ તટોના ગામોમાં સરહદી સુરક્ષા જાગરૂકતા સાથે દેશની સુરક્ષા મામલે ચર્ચા કરીને યુવાનોને રાષ્ટ્રસેવામાં સહભાગી થવા અને દેશની સુરક્ષામાં જોડાવા માટે પ્રેરિત કરવાનો છે.
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
પાદરામાં સીઆઈએસએફ દ્વારા જનજાગૃતિ માટે નિકળેલી વંદેમાતરમ સાયકલોથોન સાયકલ યાત્રા



