ગોપાલ ચાવડા
શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના ૧૮ માં સમુહ લગ્નોત્સવ પાદરા સાંગમા ગામ નજીક પાર્ટી પ્લોટ ખાતે યોજાયો જેમાં ૭ યુગલો એ પ્રભુતા માં પાડ્યા હતા,
સમારંભ ના અધ્યક્ષ પાદરા અંબાજી મંદિર પરિવાર ના તેજસભાઇ જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અનિલભાઈ મ્હીજીભાઈ પટેલ તથા પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તથા પૂર્વ ધારાસભ્ય દિનુમામા તથા મારૂતિ સિરામિકસ વાળા હિતેષભાઇ પટેલ સહિત સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ધ્વારા
આયોજિત 18 માં સમૂહ લગ્નોત્સવ માં પધારેલા મહાનુભવો ના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમ નો શુભારંભ કરાવ્યો હતો સાથે આવેલ મહાનુભવો નું પુષ્પગુછ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતુ,પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું
સાથે આગામી વર્ષ માં પાદરા તાલુકા પાટીદાર સમાજ નું પાદરા તાલુકા માં સંકુલ નિર્માણ કરવાનું હોવાથી સંકુલ માટે અનેક દાતાઓ એ પોતાનું યોગદાન આપેલ હતું જેમાં મહત્વ નો ફાળો આપનાર દાતાઓ નું સમાજ ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલા સમૂહ લગ્નોત્સવ માં પાટીદાર સમાજના અગ્રણીઓ તથા સમાજ ના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સમૂહ લગ્ન માં સ્વ. હીરા બેન પ્રફુલ ભાઈ પટેલ( હીરાબા) ગામ. સાધી.
હસ્તે પટેલ ભાસ્કર ભાઈ તરફ થી પટેલવાડી માટે ગયા વર્ષે ૧૧૧૧૧૧ ( એક લાખ અગિયાર હજાર એક સો અગિયાર રૂપિયા આપ્યા) નવા પટેલ નું બાધકામ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી દર વર્ષે બીજા ૨૫૦૦૦/ રૂપિયા આપવાના ભાસ્કર ભાઈ પટેલ તરફ થી જાહેરાત કરવામાં આવી હતી
આવતા દરેક વર્ષે પટેલ સમાજ સમૂહ લગ્નોત્સવ મા કન્યાદાન મા સોનાની નાક ની નથણી ભેટ આપવાની જાહેરાત પણ ભાસ્કર પટેલ દ્વારા કરવામાં આવી હતી
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા




