શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ પાદરા આયોજિત ૩૨ માં સમુહ લગ્નોત્સવ માં ૭ નવદંપતિ એ પ્રભુતા માં પગલાં પાડ્યા હતા શ્રી કાછિયા પટેલ પ્રગતિ મંડળ ધ્વારા સતત ૩૨ માં વર્ષે પણ સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું
પાદરા ખાતે મહાપ્રભુજી હોલ ખાતે યોજાયેલા સમૂહ લગ્નોત્સવ માં પરમ પૂજ્ય શ્રી મોહનદાસજી મહારાજ તથા જ્ઞાતિના અગ્રણીઓ ના હસ્તે દીપ પ્રગટાવી શુભારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે પધારેલા સંતરામ મંદિર ના મહંત નું સ્વાગત કરવામાં આવ્યું હતું
પાદરા ખાતે શ્રી કાછિયા પ્રગતિ મંડળ ધ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માં અનેક દાતાઓ ધ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું સાથે સમૂહ લગ્નોત્સવ માં જોડાઓ ને કારિયાવર માં અનેક ભેટ સ્વરૂપ દાન પણ આપવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા નગર ના અગ્રણીઓ અને જ્ઞાતિના દાતાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું સાથે આવેલ મહાનુભવો એ પ્રભુતામાં પગલા પાડતા ૭ નવદંપતિ ઓ ને આશીર્વાદ અને શુભેરછાઓ પાઠવી હતી



