પાતળિયા હનુમાન મંદિર ખાતે મહા મારૂતિ યજ્ઞ અને સમૂહ લગ્નોત્સવનો ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો
પાદરા સ્થિત પાતળિયા હનુમાન મંદિર દ્વારા નવ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહા મારૂતિ યજ્ઞ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવના ઉપક્રમે આજે મંદિર સામે આવેલા પરિસરમાં વિધિવત શાસ્ત્રોક્ત વિધિ સાથે ભૂમિ પૂજન તથા ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
પાતળિયા હનુમાન મંદિર દ્વારા આગામી 29 માર્ચથી 3 એપ્રિલ દરમિયાન પાંચ દિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે નવ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહા મારૂતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞ માટે બનાવાનાર યજ્ઞશાળાનું આજે વિધિવત ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
મંદિરની સામે આવેલા વિશાળ પરિસરમાં યોજાનાર આ કાર્યક્રમ માટે આજે ધાર્મિક વિધિ મુજબ પૂજન અને ધ્વજારોહણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ ધારાસભ્ય દીનુમામા, મુકેશભાઈ શ્રોફ, ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પંકજ ઠાકર, ચંપક મુખી સહિત પાતળિયા હનુમાન મંદિરના ટ્રસ્ટીગણ, કાર્યકરો, પાદરા નગરપાલિકાના સદસ્યો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત આગામી 3 મેના રોજ સર્વ જ્ઞાતિ હિંદુ સમાજના સમૂહ લગ્નોત્સવનું પણ ભવ્ય આયોજન મંદિર ખાતે કરવામાં આવ્યું છે.
આમ, આગામી દિવસોમાં પાતળિયા હનુમાન મંદિર ખાતે ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોની ભવ્ય ઉજવણી થનાર છે
“પાતળિયા હનુમાન મંદિર દ્વારા સમાજમાં ધાર્મિક અને સામાજિક એકતા મજબૂત થાય તે હેતુથી નવ ગ્રહાત્મક નવ કુંડાત્મક મહા મારૂતિ યજ્ઞ તેમજ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિધિવત ભૂમિ પૂજન સાથે આ મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં વિશાળ સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે તેવી આશા છે




