પાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલો ની હોળી રસિયા ખેલાયો, ષષ્ઠપિઠાધીશ્વર પ. પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૩૫૦ કિલો ના વિવિધ ફૂલો ની પાંખડીઓ સાથે હોળી રમાઈ હતીપાદરા વૈષ્ણવ યુવા સંગઠન વિપો શાખા દ્વારા હોળી રસિયા ફાગોત્સવ સાથે ફૂલો ની હોળી રસિયા ખેલાયો હતો, ષષ્ઠપિઠાધીશ્વર પ. પૂ. ગો. ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહોદય શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા મંદિર ખાતે સંધ્યા દર્શન અને આરતી પણ યોજાઈ હતી
પાદરા ના બેઠક મહાપ્રભુજી મંદિર પ્રાંગણ માં યોજાયેલા હોળી રસિયા ફાગોત્સવ માં પધારેલા મહારાજશ્રી શ્રી મહાપ્રભુજી ના સ્વરૂપ ને માળાજી અર્પણ કરી કાર્યક્રમ ની શરૂઆત કરી હતી કાર્યક્રમ માં પાધરેલા મહારાજશ્રી એ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ને ઓપરનું પહેરાવી સન્માન કર્યું હતું સાથે હોળી રસિયા ફાગોત્સવ મનોરથી અને આયોજન કરનાર માસિક બચત ગ્રુપ ના કાર્યકરો નું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા અગ્રગણ્ય વેપારીઓ તથા નગર પાલિકા ના સદસ્યો સાથે રાજકીય અને સામજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
પાદરા ખાતે યોજાયેલા કાર્યક્રમ માં હોળી રસિયા ફાગોત્સવ ના ઉપલક્ષમાં મહારાજશ્રી એ દિવ્ય સત્સંગ સાથે ફાગોત્સવ નો મહિમા સમજાવી રંગભર્યા આશીર્વચન આપ્યા હતા
પ્રસંગો ઉચિત હોળી રસિયા ગાન સાથે ફાગોત્સવ ના ગાન સાથે આશરે ૩૫૦ કિલો ના વિવિધ ફૂલો ની પાંખડીઓ થી ધુળેટી પર્વ પૂર્વે હોળી ખેલાઈ હતી મહારાજશ્રી પર સકલ વૈષ્ણવજનો એ ફૂલો ની પાંખડીઓ નો વરસાદ કર્યો હતો જ્યાં મહારાજશ્રીએ પણ વૈષ્ણવજનો સાથે તેઓ ની વચ્ચે જઈ ને હોળી ઊત્સવ સાથે ફૂલ હોળી રમી ને અનેરા ઉત્સવ ને માન્યો હતો, કીર્તનકાર મિતેશભાઇ ગાંધવૅ દ્વારા રસિયા નું રસપાન કરાવ્યું હતું
આ કાર્યક્રમ માં શકલ વૈષ્ણવજનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા હોળી રસિયા ગાન સાથે ફાગોત્સવ ની ફુલ હોળી નું ખૂબ જ મહત્વ હોય છે જેથી આ ઉત્સવ ને માણવા માટે વૈષ્ણવો આખા વર્ષ દરમિયાન આતુરતા થી રાહ જોતા હોય છે જેથી અવસરે..મન મૂકીને ઉત્સવ ઉજવતા હોય છે
માતૃરક્ષા ન્યૂઝ




