ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિર નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ ના ભવ્ય આયોજન માં મોટી સંખ્યા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.
માનવસેવા લક્ષી આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરાયું હતું, ભગવાન શ્રી સ્વામીનારાયણે ધોલેરા માં શ્રી મદનમોહનજી મહારાજ ની સ્થાપના કરી ને તેના ૨૦૦ વર્ષ પૂર્ણ થતા હોય જેના ઉપલક્ષમાં પ. પૂ. ધર્મ ધુ. શ્રી ૧૦૦૮ શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની આજ્ઞાથી દેશ વિદેશમાં વસતા ભક્તો ધ્વારા ધાર્મિક ઉત્સવમાં ઉપરાંત માનવ સેવા ના કાર્યો કરવામાં આવે છે જેના ભાગરૂપે ૨૨ ફેબુઆરી ને રવિવાર ના રોજ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે વિશ્વ ના ૭ દેશમાં તેમજ દેશભરમાં અને રાજ્ય ના મોટાભાગ ના શહેરો અને જીલ્લાઓ તેમજ તાલુકા ના કેન્દ્રો પર એક સમયે અને તારીખે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે પાદરા સ્વામિનારાયણ મંદિર ખાતે રક્તદાન શિબિર નું આયોજન કરાયું હતું
પાદરા ખાતે યોજાયેલ રક્તદાન શિબિર નો પ્રારંભ દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો જેમાં પાદરા સંતરામ મંદિર ના મહંત શ્રી પૂ મોહનદાસજી મહારાજ તથા નગર પાલિકા ના સદસ્યો તથા અગ્રણીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા, આ કાર્યક્રમ હરિભક્તો અને મહિલાઓ તેમજ સ્વૈચ્છિક રક્તદાતાઓ એ મોટી સંખ્યામાં રક્તદાન કરી સમાજ સેવા નું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
માતૃરક્ષા ન્યૂઝ પાદરા
ધર્મકૂળ આશ્રિત સત્સંગ સમાજ પાદરા ધ્વારા સતત ત્રીજા વર્ષે રક્તદાન શિબિર નું ભવ્ય આયોજન કરાયું છે જેમાં આંતરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પ ના ભવ્ય આયોજન માં મોટી સંખ્યા રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું.




