વડોદરા

બરોડા ડેરી ની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી ની પ્રક્રિયાનો પ્રારંભ થતા પાદરાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક આગેવાન હિતેશ ભાઈ પટેલ પોતાનું ફોર્મ વડોદરા તાલુકા , ઝોન ત્રણ માં ફોર્મ ભર્યું

બરોડા ડેરી ની ડિરેક્ટરોની સામાન્ય ચૂંટણી ની પ્રક્રિયાનો પ્રારંભ થતા પાદરાના અગ્રગણ્ય ઉદ્યોગપતિ સામાજિક આગેવાન હિતેશ ભાઈ પટેલ પોતાનું ફોર્મ વડોદરા તાલુકા , ઝોન/ત્રણ માં ફોર્મ ભર્યું

મધ્ય ગુજરાતની સૌથી મોટી અને નફો કરતી ડેરી એટલે બરોડા ડેરી જેની સામાન્ય ચૂંટણી જાહેર થવા પામી છે જેમાં વડોદરા તાલુકા માં ઝોન ત્રણ માં પાદરા ના યુવાન , અને જાગૃત સામાજિક આગેવાન , ઉદ્યોગપતિ , અગ્રણી ખેડૂત જે સતત પ્રજાની વચે રહી સમાજ સેવાના કાર્યો સતત કરતા રહે છે તે હિતેશ ભાઈ પટેલે બરોડા ડેરીની ડિરેક્ટરોની ચૂંટણીમાં ફોર્મ ભરીને ઝંપલાવ્યું છે જે ડેરી ના વિકાસ અને દૂધ ડેરીના સભાસદો, ખેડૂતો માટે અને ડેરી માટે સતત જાગૃત રહી કાર્ય કરવાની ખેવના ધરાવે છે અને ભાજપના જિલ્લાના સક્રિય કાર્યકર્તા છે અને તાલુકાની વિવિધ વિકાસ લક્ષી, સેવાકિય પ્રવૃતિ, અને સહકારી પ્રવૃતિ માં સતત સક્રિય છે
જેમાં મંગળવારના રોજ શુભ વિજય મુહૂર્ત માં વડોદરા ખાતે કોઠી બિલ્ડિંગ માં પ્રાંત અધિકારી પાસે ફોર્મ ભરવામાં આવ્યું હતું અને પોતાના વિજય નો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અત્રે ઉલેખછે કે 18 માર્ચના રોજ મતદાન થશે

માતૃરક્ષા ન્યૂઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *