સતત ૧૫ માં વર્ષે વેરાખાડી થી નીકળેલ મહીસાગર માતાજી ના પરિક્રમાવાસીઓ નું પાદરાના જાસપુર ગામના હનુમંતિયા મંદિર ખાતે આગમન, પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ૯ દિવસ ની પરિક્રમા માં
યાત્રીઓ જોડાયા હતા.
વહેરાખાડી શ્રી હનુમંત કુંજ પરમાર્થ આશ્રમ થી સતત ૧૫ માં વર્ષે મહિસાગર માતાજી ની પરિક્રમા ના શુભારંભ તા. ૪ મી માર્ચ થી થયો હતો,
જેના બીજા દિવસે બપોરે પાદરા ના જાસપુર ના હનુમંતિયા મંદિર ખાતે મહીસાગર પરિક્રમાવાસીઓ નું આગમન થયું હતું, વહેરાખાડી શ્રી હનુમંતકુંજ પરમાર્થ આશ્રમ શ્રી શ્રી ૧૦૦૮ સ્વામી શ્રી ગંગેશ્વરાનંદદાસજી મહારાજ ની પ્રેરણા થી દર વર્ષે મહિસાગર માતાજી ની પરિક્રમા નું આયોજન કરવામાં આવે છે આ વર્ષે સતત ૧૫ વર્ષે ૪૦૦ જેટલા પદયાત્રીઓ પરિક્રમા માં જોડ્યા હતા ખાસ કરી ને ગુજરાત ના વિવિધ ગામો સહિત ખાસ કરી ને મધ્ય પ્રદેશ થી પણ પરિક્રમા વાસીઓ જોડતા હોય છે ત્યારે જાસપુર ખાતે પદયાત્રીઓ નું આગમન થતા હનુમંતિયા મંદિર ખાતે પરિક્રમાવાસીઓ નું મંદિર ના મહંત શ્રી રાધારમણદાસજી મહારાજ તથા ભક્તો ધ્વારા પદયાત્રીઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે ધજા સાથે મંદિર ની પ્રદિક્ષણા કરી ધૂન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
માતૃરક્ષા ન્યૂઝ




