પાદરા એસ ટી ડેપો થી કચ્છ માતા ના મઢ નવા રૂટ ની એસ.ટી બસ સેવાનો શુભારંભ પાદરા ખાતે થી કરવામાં આવ્યો ધારાસભ્ય ના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે એસ ટી બસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો..
કચ્છ ના સુપ્રસિદ્ધ આશાપુરા માતાનું મંદિર, જે માતા ના મઢ તરીકે વિશ્વ માં સુપ્રસિદ્ધ મંદિર છે હજારોની સંખ્યામાં માતાના મઢ ખાતે માઈ ભક્તો દર્શનાર્થે ઉમટતા હોય છે
ત્યારે પાદરા તાલુકા ના માઇ ભક્તો પણ નિયમિત રીતે આશાપુરા માતાના દર્શનાર્થે જતા હોય છે ત્યારે ભક્તોની સુગમતા માટે વડોદરા ડિવિઝન ના પાદરા એસ ટી ડેપો દ્વારા કચ્છ માતા ના મઢ ના નવા રૂટ ની એસ ટી બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો, પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને અગ્રણીઓ ના હસ્તે લીલી ઝંડી આપી વિધિવત રીતે બસનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો
આ પ્રસંગે એસ.ટી વિભાગના અધિકારીઓ તેમજ પાદરા શહેર ભાજપ પ્રમુખ દીપેશ પંચાલ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને પાદરા માં રહેતા કચ્છ કડવા પાટીદારના બાંધવો માટે વતન માં જવા માટે તેમજ માઈ ભક્તો માટે આ બસ આશીર્વાદરૂપ બનશે, ભક્તો ની અનેક રજૂઆત ના અંતે ધારાસભ્ય ના પ્રયત્ન થી ભક્તો ની સુવિધામાં એસ ટી બસ ના રૂટ નો ઉમેરો કરતા આજે હર્ષ સાથે ભક્તો એ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો હતો અને બસ સેવા નો આનંદ માણ્યો હતો..
પાદરા થી કચ્છ માતાનો મઢ સુધીનો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જે નિયમિત સવારે 6:30 કલાકે પાદરા એસ.ટી ડેપોથી નીકળશે 610 કિલોમીટર પ્રવાસ કરી ને ભક્તો અને નાગરિકો ને લઈ ને માતા ના મઢ એસ ટી બસ પહોચશે જ્યાં થી સામે થી માતા ના મઢ થી પણ રોજ સવારે 6.30 કલાકે પાદરા તરફ ની બસ ની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે
માતૃરક્ષા ન્યૂઝ



