અમદાવાદ

પાદરા સંતરામ મંદિરમાં રામનવમી નો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે સંપન્ન થયો

પાદરા સંતરામ મંદિરમાં રામનવમી નો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે સંપન્ન થયો

ગુજરાત ભરમાંથી સંતરામ મંદિરોના સંતો, ભક્તો પધાર્યા
મહા આરતી અને સાકર વર્ષા યોજાઈ ભક્તોની ભારે ભીડ ઉમટી

પાંચ દિવસ વિષ્ણુ મહાયાગ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યોજાયો

પાદરા સંતરામ મંદિરમાં ગાદી પતિ મહંત પૂજય. મોહનદાસ મહારાજના માર્ગદર્શન માં રામનવમીના શુભ દિને પ્રતિ વર્ષ ની પરંપરા પ્રમાણે વાર્ષિક પાટોત્સવ યોજાયો હતો તે પહેલા ૫ દિવસ નો મહાવિષ્ણુ યાગ વિદ્વાન બ્રાહ્મણો દ્વારા રોજ સવારે ૯થી ૬ યોજાતો હતો અને સાંજે ભવ્ય દિવ્ય આરતી યોજાતી હતી જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ યગ્ન નારાયણ ના દર્શન માટે અને પ્રદિક્ષણા માટે ભાઇઓ બહેનો લાભ લેતા હતા તે પહેલા સાત દિવસ પાદરાના વિદ્વાન શાસ્ત્રી મયંક ભાઈ ના શ્રી મુખે રામકથા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શ્રોતાઓ રામચરિત શ્રવણ કરતા હતા જ્યારે ૨૦ તારીખે સવારથી સાંજ સુધી પાદરાની સખી મંડળો દ્વારા ભજન ધૂન ના કાર્યક્રમ યોજાયો હતો

૨૭ તારીખે રામનવમીના શુભ દિવસે
પરંપરાગત રીતે બપોરના સમયે દિવ્ય આરતી પૂ મહંત મોહનદાસ મહારાજ ના કરકમલો દ્વારા પૂજય સંતોની ઉપસ્થિતિમાં નિજ મંદિર માં સમાધિની આરતી કરવામાં આવી હતી અને સાકર વર્ષા જે સંતરામ મંદિરની પરંપરા પ્રમાણે થઈ હતી અને સહુ સંતો , રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો,ભક્તો ભાઇઓ ,બહેનો એ મહાપ્રસાદીનો લાભ લીધો હતો
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા પાદરા

પાદરા સંતરામ મંદિરમાં રામનવમી નો વાર્ષિક પાટોત્સવ શ્રદ્ધા ભક્તિ ભાવ સાથે સંપન્ન થયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *