સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિતે રાજ્યભરમાં ભાજપ ધ્વારા શિવ મંદિરો માં શિવજી ની વિશેષ પૂજા અર્ચના સહિત આરતી અને શિવ સ્તુતિ તેમજ ધૂન કરવાનું આયોજન કરવામાં આયોજન કર્યું છે જેના ભાગરૂપે પાદરા નગર માં પણ ” સોમનાથ સ્વાભિમાન પર્વ” અંતર્ગત પાદરા ઝંડા બજાર સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિર ખાતે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા ધ્વારા વિશેષ પૂજા અર્ચના તેમજ શિવજી ને અભિષેક કરવામાં આવ્યો હતો, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના પાદરા નગર અને તાલુકા પ્રમુખ તથા મહામંત્રી સહિત નગર પાલિકા ના સદસ્યો તેમજ કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા પુંજા અર્ચના સહિત આરતી યોજાઈ હતી આ પ્રસંગે આવેલા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા નું પાદરા બ્રાહ્મણ સમાજ ધ્વારા સાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યું હતું
માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા




