Breaking News

AAPનો દાવો – પંજાબમાં સરકાર બનવાના માત્ર 5 મહિનામાં 200થી વધુ ભ્રષ્ટાચારીઓની કરી ધરપકડ


bredcrumb

India

oi-Manisha Zinzuwadia

| Published: Wednesday, August 24, 2022, 13:01 [IST]

Google Oneindia Gujarati News

ચંદીગઢઃ આમ આદમી પાર્ટી(AAP)નુ કહેવુ છે કે પંજાબમાં સત્તામાં આવ્યા બાદથી ભ્રષ્ટાચારીઓ સામે ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે AAP સરકારે ભ્રષ્ટાચાર મુક્ત પંજાબ માટે અભિયાન શરૂ કર્યુ છે. એક સત્તાવાર નિવેદનમાં પાર્ટીએ કહ્યુ કે સીએમ ભગવંત માનના નેતૃત્વમાં સરકારે માત્ર 5 મહિનામાં ભ્રષ્ટાચારના કેસમાં 200થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે.

cm mann

આમ આદમી પાર્ટી(AAP)એ ‘મિશન કરપ્શન ફ્રી પંજાબ’ નામના તેના સત્તાવાર ટ્વિટર અકાઉન્ટ પર ટ્વિટ કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે તેમની સરકારના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં 135 સરકારી અધિકારીઓની લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી છે. પાર્ટીએ એક નિવેદનમાં કહ્યુ કે અમારી ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇનની મદદથી લોકોની ફરિયાદ પર 40 FIR નોંધવામાં આવી હતી અને ભ્રષ્ટાચારીઓને પકડવામાં આવ્યા હતા. પાર્ટીએ કહ્યુ કે અમારી સરકારમાં કોઈપણ ભ્રષ્ટાચારીઓને બક્ષવામાં આવશે નહિ.

સીએમ કેજરીવાલને મળવા ગયા માન

પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માન દિલ્લીની મુલાકાત દરમિયાન AAP વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા પહોંચ્યા હતા. તેઓ તેમના નિવાસસ્થાન ગયા. આ પ્રસંગે સી.એમ. માનની સાથે અન્ય બે કેબિનેટ મંત્રીઓ પણ હતા. કહેવામાં આવી રહ્યુ છે કે સી.એમ. માન શિક્ષણમંત્રી અને આરોગ્ય મંત્રી સાથે અરવિંદ કેજરીવાલને મળવા દિલ્લી પહોંચ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલના નિવાસસ્થાને ખાસ બેઠક કરી હતી. આ દરમિયાન રાજ્યની સ્થિતિ અને આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

For Breaking News from Gujarati Oneindia.Get instant news updates throughout the day.

Allow Notifications

You have already subscribed

English summary

Punjab: AAP govt arrested more than 200 people for Corruption, 40 FIRs have been registered

Story first published: Wednesday, August 24, 2022, 13:01 [IST]

Source

Share This News

About Matruraksha

Check Also

પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે યાસીન બની બેઠેલો ડોન ના વધારા નું ગેરકાયદેસર દબાણ તંત્ર દ્વારા તોડવાનું શરૂ

ગોપાલ ચાવડા પાદરા પાદરા EWS ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશ, મુસ્લિમ લુખા તત્વ યાસીન વ્હોરા ઉર્ફે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *