રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામે આવેલી રામગર બાપ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં શુક્રવારે (12મી ડિસેમ્બર) સવારે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના બની છે. ગાયોને ઘાસચારો અને મગફળીનો ખોળ ખવડાવ્યા બાદ એક પછી એક ગાયોના તરફડીને મોત થતાં સાંજ સુધીમાં 80 જેટલી ગાયોના મૃત્યુ નીપજ્યા હતી. આ બનાવથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. નિત્યક્રમ બાદ […]
ગુજરાત
મોરબીમાં દરગાહ પર બુલડોઝર ફેરવાતા તંગદિલી
મોરબીમાં ઐતિહાસિક મણીમંદિરે પાસે બપોરે દરગાહનું દબાણરૂપ બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું. અગાઉ પાલિકા તંત્રએ નોટિસ આપી હતી તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ ચુકી હતી. બાદમાં આજે દરગાહનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું. જેને પગલે અશાંતિનો માહોલ જોવા મળ્યો હતો. 300 જેટલા યુવાનોના ટોળાએ ધમાલ મચાવીને પોલીસ […]
તળાજાની ડેરીનું મિક્સ મિલ્ક તેમજ ટીપોર્ટનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ સબસ્ટાન્ડર્ડ સાબિત
ભાવનગર : ભાવનગર જિલ્લા ફુડ વિભાગ દ્વારા ઇન્સપેક્ટરો દ્વારા તબક્કાવાર તાલુકા મથકો પર સેમ્પલીંગ પ્રક્રિયા કરાતી હોય છએ. જેમાં લેબ ટેસ્ટીંગ બાદ ભાવનગરમાં આવેલ ૬૦ અને બોટાદના ૨૯ નમૂના પાસ થયા હતાં. તો ગેલોટસ ફુડ પ્લાઝાની ધ ટી સ્પોટ શોપનું વેજીટેબલ ફેટ સ્પ્રેડ અને તળાજા ફુલસરની ડેરીમાંથી મિક્સ મિલ્કના બે નમૂના સબસ્ટાન્ડર્ડના કેસ ચાલી જતા […]
20 આરોપીના જામીન કર્યા મંજૂર, 9ના નામંજૂર
બોટાદના હડદડ ગામમાં ખેડુતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં સેશન્સ કોર્ટમાં 29 આરોપીએ જામીન અરજી કરી હતી. જેમાં કોર્ટે 20 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે બાકીના 9 આરોપીની જામીન અરજી રદ્દ કરી દીધી છે. જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત મોટા ભાગના નેતાઓનો સમાવેશ થાય છે. હડદડમાં થયેલી તકરારની ઘટનામાં પોલીસે કુલ 85 લોકો […]
પોરબંદરના દરિયામાં ‘લાઇટ’ ફિશિંગ કરતા ત્રણ માછીમારોની ધરપકડ
પોરબંદર: પોરબંદર સહિત રાજ્યભરના સમુદ્રમાં નાની માછલીઓ પણ જાળમાં ફસાઇ જાય એવી લાઇન ફિશિંગ અને લાઇટ ફિશિંગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમ છતાં ઘણા માછીમારો આ પધ્ધતિથી માછીમારી કરતા હોય છે ત્યારે પોરબંદરના દરિયામાં લાઇટ ફિશિંગ કરતા બે પીલાણા હાર્બર મરીન પોલીસે પકડી ત્રણ ખલાસીઓ સામે ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગાંધીનગર કોસ્ટલ સિક્યુરિટીનાં […]
દ્વારકાનાં નાગેશ્વર મંદિર ટ્રસ્ટને છ વિવાદિત મુદ્દે આકરી નોટિસ
દ્વારકા: યાત્રાધામ દ્વારકા નજીક આવેલા જયોતિર્લિંગ નાગેશ્વર મંદિર ટ્રસ્ટને દસ દિવસ પહેલાં દ્વારકાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી દ્વારા આકરી નોટીસ ફટકારી અલગ અલગ છ મુદ્દે પૂર્તતા કરવા તાકિદ કરી છે. દ્વારકાના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા મુદ્દાવાર માગવામાં આવેલી વિગતોમાં નાગેશ્વર જયોતિર્લિંગ ખાતે દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓની ભારે ભીડભાડ રહેતી હોવાથી સુરક્ષા મુદ્દો ટાંકીને […]
ગુજરાતના દરિયાકાંઠે ઉગતુ ‘સોનું’: 430 કિમી વિસ્તારમાં સી-વીડની ખેતીથી માછીમાર પરિવારો થયા સશક્ત
ગુજરાતમાં કચ્છના કિનારાથી લઈને દેવભૂમિ દ્વારકા નજીકની ઊંડી ખાડીઓ સુધીનો અંદાજિત 430 કિમીનો દરિયાકાંઠાનો વિસ્તાર હવે એક નવા આર્થિક ક્રાંતિના કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે. સી-વીડ (દરિયાઈ શેવાળ) ની ખેતી એક ઝડપથી વિકસતા ક્ષેત્રમાં પરિવર્તિત થઈ રહી છે, જે માછીમાર પરિવારોને આર્થિક રીતે સશક્ત બનાવવાની સાથે સાથે દેશની બ્લૂ ઇકોનોમીને મજબૂત બનાવી રહી છે. ગરીબ […]
જૂનાગઢની ઠેસીયા ગાયનેક હોસ્પિટલની પીએનડીટી નોંધણી બે માસ માટે સસ્પેન્ડ
જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી ગાયનેક હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ચકાસણી દરમ્યાન સોનોગ્રાફી માટેના જરૂરી રેકોર્ડ તથા ફોર્મ ભર્યા ન હોવાનું માલુમ પડતા નોટિસ આપવામાં આવી હતી પરંતુ કાયદાના ભંગ બદલ પીસી એન્ડ પીએનડીટી એક્ટ અંતર્ગત હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું અને બે માસ માટે પીએનડીટી નોંધણી રદ કરી કોર્ટ કાર્યવાહીની […]
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ની તપાસ દરમિયાન વધુ 1 ફરિયાદ નોંધાવાઈ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સાયબર ચાંચિયાઓ ને શોધવા માટે અલગ અલગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે, અને ખાસ કરીને બેંક ખાતાધારકોના ઓનલાઈન ચીટીંગના મારફતે નાણાં ટ્રાન્સફર કરી લેવાના પ્રકરણમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ ચલાવવામાં આવી રહ્યું છે, અને આવા બોગસ ખાતાધારકો કે જેઓ પોતે વાહક બને છે, […]
વેરાવળના ડારી ગામે શંકાના આધારે પત્નીની હત્યા
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે એક હચમચાવી દેનારી ઘટના બની છે. પારિવારિક કલેશના કારણે એક હસતા-રમતા પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. પતિએ પિયરમાં રિસામણે રહેલી પત્નીની કરપીણ હત્યા કર્યા બાદ પોતે પણ ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ, મૃતક હીનાબેન (ઉ.વ. 42) છેલ્લા આઠ […]
