ડભોઇના થુવાવી ગામમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે…
જિલ્લા પંચાયત સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલે પોલીસ સમક્ષ અરજી કરી છે.
ફેસબુક પર વાયરલ થયેલા એક વીડિયોમાં ભાવેશ પટેલ સામે કથિત રીતે જુગારધામ ચલાવવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ આક્ષેપોના જવાબમાં હવે ભાવેશ પટેલે પોલીસ સમક્ષ અરજી કરી હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સોશિયલ મીડિયા પર ફેસબુક વીડિયો મારફતે ભાવેશ પટેલ સામે વિવિધ આક્ષેપો કરવામાં આવ્યા હતા.
આ આક્ષેપોને ભાવેશ પટેલે ખોટા અને પાયાવિહોણા હોવાનો દાવો કરતાં, સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરી છે.
ભાવેશ પટેલ દ્વારા આશરે 6 જેટલા લોકો વિરુદ્ધ ફરિયાદ/અરજી કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.
હવે સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે અને તપાસ બાદ જ આક્ષેપોમાં કેટલી હકીકત છે તે સ્પષ્ટ થઈ શકશે.
એક તરફ સોશિયલ મીડિયા પર આક્ષેપો થયા છે,
તો બીજી તરફ આ આક્ષેપોને લઈને ભાવેશ પટેલે પોલીસ સમક્ષ રજૂઆત કરી છે.
હવે સવાલ એ છે કે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલા આક્ષેપો પાછળ હકીકત શું છે?
અને સમગ્ર મામલે તપાસ બાદ પોલીસનું શું વલણ રહે છે?
રિપોર્ટર હેમંત પાઠક/ડભોઈ
ડભોઈ ના ભાજપ થુવાવી જીલ્લા પંચાયત સદસ્ય નું ખોટા આક્ષેપો અંગે પોલીસ ને અરજી
