ડભોઇ તાલુકાના વણાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું

ડભોઇ તાલુકાના વણાદરા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત આયોજન કરવામાં આવ્યું હતું
ડભોઇ તાલુકાના છેવાડાના વણાદરા ગામ ખાતે દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવાના નિમિત્તે “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડભોઇ મતવિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. વણાદરા પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશભાઈ પટેલ (નડા), તાલુકા પંચાયત સદસ્ય મનોજભાઈ પટેલ, વણાદરા પ્રાથમિક શાળાના આગેવાનો, વડોદરા શહેર વોર્ડ નં. 1ના કોર્પોરેટર ભૂરસિંહભાઈ રાઠવા, માજી સરપંચ ઘનશ્યામભાઈ, ડભોઇ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. સેવા સેતુ કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓના લોકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવા ન પડે અને એક જ સ્થળે વિવિધ સરકારી યોજનાઓ તથા સેવાઓનો લાભ મળી રહે તે છે. વિવિધ વિભાગો દ્વારા સ્થળ પર જ અરજીઓ સ્વીકારી જરૂરી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે અને તેમની સમસ્યાઓનું સ્થળ પર જ નિરાકરણ આવે તેવા હેતુથી ડભોઇ તાલુકાના અંતરિયાળ ગામોમાં સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ડભોઇ રિપોર્ટર= હેમંત પાઠક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *