વડોદરા શિનોર આશિષ ધોબી
——-
શિનોર તાલુકા માં નર્મદા નદી બે કાંઠે થતાં મગરો ની લટાર જોવા મળી
——–
શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ચોમાસાની ચાલુ સીઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થતાં શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના 11 ગામોને એલર્ટ કરાયાં હતાં.જ્યારે નદીના મગરો નદી કિનારે લટાર મારતાં નજરે પડ્યા હતાં.ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણી ની આવક વધતાં સરદાર સરોવર ડેમની જળ સપાટી 138.68 મીટર ની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે.ત્યારે હાલ સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યું છે.જેને લઈ શિનોર તાલુકામાંથી પસાર થતી નર્મદા નદી ચોમાસાની ચાલુ સીઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થતાં શિનોર તાલુકા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠા ના 11 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.આ ઉપરાંત નર્મદા નદી બે કાંઠે વહેતી થતાં દિવેર નર્મદા મઢી ના નદી કિનારે મગર લટાર મારતો જોવા મળ્યો હતો.પરંતુ મગર જ્યાં લટાર મારી રહ્યો હતો ત્યાં સ્થાનિક પશુપાલકો પોતાના પશુઓ બેખોફ થઈ ને ચરાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવતાં લોકોમાં કુતુહલ સર્જાયું હતું.