પાદરા સરકારી CHC હોસ્પિટલ ખાતે સિલોક્સ ઈન્ડિયાના સહકાર થી અતિ જોખમી સગર્ભા બહેનોને પોષણ યુક્ત આહાર ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું
હાલમાં ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સલામત માતૃત્વ સલામત બાળ સંભાળ
કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં માતા નો મૃત્યુદર અને બાળ મૃત્યુ દર ઘટાડવા નો અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે જેમાં મૃત્યુ દર વધવાની પાછળ સગર્ભા માતાને પૌષ્ટિક આહાર ની ઉણપ હોય છે હોય છે જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તુનો અભાવ અને ગરીબી ને કારણે પૌષ્ટિક આહાર લઈ શકતા નથી
આ કીટ સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ બાદ મૃત્યુદર ઘટાડી શકાય છે જેમાં સરકારદ્વાર ૪૦ કિલો વજન અથવા ઓછી ઊંચાઈ તેનાથી ઓછું વજન ધરાવતી બહેનો સિઝેરિયન , એનિમિક ઓછું એચ બી નુ પ્રમાણ વધારે સુવાવડ, વધુ ઉંમર વ્યસન આવા ઘણા કારણ હોય છે હાલ પાદરામાં 196 કીટ ઓછા પોષણ વાડી 40કિલો થી ઓછા વજનવાળી બહેનોને આપવામાં આવી છે જેમાં 500 ગ્રામ ચોખ્ખું ઘી, સિંગ દાણા એક કિલો,મિક્સ 500ગ્રામ દાળ, એક કિલો ખજૂર , એક કિલો મગ, 500ગ્રામ શેકેલા ચણા , રાગી લોટ એક કિલો , લાપશી ફાડા 500ગ્રામ મળી બધું 6કોલોની કીટ આ 196 સગર્ભા બહેનોને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિલોક્સ ઈન્ડિયાના અધિકારી ડૉ હિતેશ ફાડિયા, ફેક્ટરી મેડિકલ ઓફિસર, ડીજી એમમેન્ટેનન્સ હરેન્દ્ર ચાવડા, તાલુકા મેડિકલ ઓફિસર વિમલ સિંહ, કંપની CSR હેડ મયંક ભાઈ તથા ટીમ ટીમ પાદરા મેડિકલ ઓફિસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને વ્યવસ્થાઓ ગોઠવી હતી
માતૃ રક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા
