જંબુસરના ખાનપુરમાં પોલીસ રેડ: ૪૦ કિલો પશુનું માંસ અને જીવતી ગાય ઝડપાઈ, એક ઈસમ પકડાયો ને એક ફરાર
જંબુસર: જંબુસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. કે.બી. રાઠવા અને તેમની ટીમે બાતમીના આધારે ખાનપુર ગામની લીંબડીયા ખડકીમાં રહેતા સલમાન કાદર ઉમરજી રખાના રહેણાંક મકાનના પાછળના વાડામાં રેડ પાડી હતી.
રેડ દરમિયાન ખુલ્લા ભાગેથી આશરે ૪૦ કિલો પશુનું કાપેલું માંસ મળી આવ્યું હતું.
પોલીસે સ્થળ પરથી સલમાન કાદર ઉમરજી રખાનાને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક ઈસમ સદ્દામ અહમદ ઉમરજી રખાના રેડ દરમિયાન નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. તદુપરાંત, મકાન પાછળ કતલ કરવાના ઈરાદે દોરડાથી બાંધેલી આશરે ૪ વર્ષની જીવતી આછા લાલ રંગની ગાય પણ મળી આવી હતી.
કબ્જે કરાયેલું માંસ ગૌવંશનું છે કે કેમ તે અંગેની ચોક્કસ ખાતરી કરવા માટે પોલીસે સેમ્પલ લઈ વધુ તપાસ અર્થે એફ.એસ.એલ. (FSL) અભિપ્રાય માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.
માતૃ રક્ષા ન્યૂઝ, જંબુસર, પરેશ પટેલ
