તાલુકો:-સાવલી
જિલ્લો:-વડોદરા
રિપોર્ટર:-ધર્મેશ.બી.પ્રજાપતિ
સાવલી ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં ગ્રેજ્યુએશન ડીગ્રી પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ નો દિક્ષાન્ત સમારોહ યોજાયો
______________________
સાવલી ની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને ખાનગી કંપની ના નાણાંકીય ફંડ ના સહકાર થી વિદ્યાર્થીઓ ના સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કોલેજમાંજ ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોસીયલ સાયન્સ વધુ અભ્યાસ કરી 88 વિદ્યાર્થીઓ એ ડીગ્રી પ્રાપ્ત કરી જેને ઉજ્જવળ ભવિષ્ય આશીર્વાદ સાથે પ્રોત્સાહિત કરવા દિક્ષાન્ત સમારોહ નું આયોજન કરાયું હતું
સાવલી ના વડોદરા રોડ પર આવેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અને જેમાં ખાસ ગ્રામીણક્ષેત્ર માં થી ઉજ્જવળભવિષ્ય ની આશ સાથે આવતાં વિદ્યાર્થીઓ કોલેજમાંજ વધુ ઉજ્જવળ કારગીરદી મેળવી શકે તે માટે કોલેજ સંચાલકો એ સાવલી ના લામડાંપુરા પાસે સ્થિત શેફલર ઇન્ડિયા લિમિટેડ સાથે કરેલા એમ ઓ યુ અંતર્ગત નેશનલ યુનિવર્સિટી સ્ટુડન્ટ સ્કિલ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ 2021/22 માં ડિપ્લોમા,ડીગ્રી, કોર્ષ પૂર્ણ કરી કરી સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ ના દિક્ષાન્ત સમારોહ નું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય અતિથિ શેફલર ઇન્ડિયા લિમિટેડ કંપની ના પ્રતિનિધિ બિલાલ કાઝી. કોલેજ ના આચાર્ય ડો,દિપક ચૌધરી. તાલુકા કેળવણી મંડળ ના મંત્રી કૃષ્ણકાંત શાહ. સહિત સંચાલકો ની પ્રેરકઉપસ્થિત માં કોલેજ માં જ અભ્યાસ સાથે ડીગ્રી તેમજ ડિપ્લોમા કોર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર 88 વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ યોજાયેલ દિક્ષાન્ત સમારોહ માં ડીગ્રી સર્ટી અને મેડલ આપી ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કર્યા હતા જેમાં સાવલી તાલુકાના ટૂંડાવ જેવા ગ્રામીણક્ષેત્ર ની વિદ્યાર્થીની ભાગ્યશ્રી વાળંદ એ બેંકિંગ અને ફાઇનાન્સ માર્કેટિંગ માં સૌથી વધુ માર્કસ મેળવી ગોલ્ડમેડલ પ્રાપ્ત કર્યો હતો જ્યારે ટૂંડાવ ગામની જ અન્ય વિદ્યાર્થીની અંજુમ રાજ સહિત 69 બેંકિંગ અને ફાઈનાન્સ 6 હોસ્પિટલ સર્વિસીસ મેનેજમેન્ટ 12 વિદ્યાર્થીઓ એક્સપોર્ટ ઈમ્પોર્ટ મેનેજમેન્ટ ના અને એક વિદ્યાર્થી ડિપ્લોમા કોર્ષ ઇન ડીઝીટલ માર્કેટિંગ માં ઉત્તીર્ણ થયાં હતાં
ડીગ્રી ડિપ્લોમા કોર્ષ માં ઉત્તીર્ણ થયેલ ગ્રામીણક્ષેત્ર ની વિદ્યાર્થીનીઓ એ કોલેજ મેનેજમેન્ટ અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે મદદરૂપ થનાર શેફલર કંપની ની નો આભાર વ્યક્ત કર્યો હતો![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()