ડભોઈ સ્ટેશન વિસ્તાર માં આવેલી લવલી સ્ટોર માં ચોરી થી ફફડાટ ડભોઈ ના રેલ્વે સ્ટેશન જતા માર્ગ પર મેજેસ્ટીક ટૉકીઝ ની બાજુમાં આવેલી લવલી સ્ટોર નામની પ્રોવિઝન સ્ટોર માં અજાણ્યા તસ્કરો એ 25000 ઉપરાંત ની રોકડ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.છેક સવારમાં ખબર પડતા વેપારીએ પોલીસ ને જાણ કરતા પોલીસ સ્થળ પર આંટો મારી આવી તપાસ શરૂ કરેલ છે. ડભોઈ ના રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ પર મેજેસ્ટીક ટૉકીઝ ની બાજુ માં લવલી સ્ટોર નામની પીરમહમદ જમાલભાઈ પાનવાલા ની દુકાન આવેલી છે.દુકાન બંધ પડેલ બોર્ડિંગ લૉજ ની નીચેના ભાગે આવેલ હોય પાછળ નો ભાગ જર્જરિત થઈ ગયેલ છે.જેથી દુકાન ના સમારકામ માટે અને કાટમાળ આપવા માટે આગળ આવેલ લોખંડ ની જાળી નું તાળું વેપારી ધ્વારા ખોલાયું હતું.જે બાદ માં ખુલ્લું જ રાખ્યું હતું.જેથી તસ્કર લોખંડ ની ખુલ્લી જાળી માંથી પાછળ જઈ મોઢે બુકાની બાંધીને દુકાન માં પ્રવેશ્યો હોવાનું અનુમાન છે.જે બાદ માં હાથ માં રહેલ ટોર્ચ થી દુકાન માં રહેલ સમાન તપાસી રોકડ ની ચોરી કરી ગયો હોવાનું સી.સી.ટી.વી.ફૂટેજ માં કેદ થવા પામી હતી.જેમાં દુકાન માં રહેલ રૂપિયા 25,000 ઉપરાંત ની રોકડ મત્તા ની ચોરી કરી અજાણ્યારિપોર્ટર/ડભોઈ હેમંત પાઠક

ડભોઇમાં દુકાનમાં થયેલી ચોરી ૨૫૦૦૦ ના રોકડ ની ચોરી ઘટના સીસીટીવી માં કેદ https://youtu.be/LCqBEvQj2_w?si=rPVxy4InesSRZHnc

ડભોઈ માં દુકાનમાં ૨૫૦૦૦ ના રોકડ ની ચોરી લોકો માં ફફડાટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *