પાદરા તાલુકાના વડુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોક્સો હેઠળ ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે 47 વર્ષીય આધેડે શારીરિક અડપલાં કર્યા હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વડુ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી તેને કાયદેસરની કાર્યવાહી બાદ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
