પાતળિયા હનુમાનજી મંદિર ખાતે
આગામી ૬ એપ્રિલે શ્રીમદ્ ભાગવત કથા નો શુભારંભ થશે
==============
કથાકાર પૂ. શ્રી રાકેશભાઈ જોશી કથા નું રસપાન કરાવશે
==============
કથા ની સાથે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે
==============
તા.૬ એપ્રિલ ના રોજ સવારે કથા નિમિતે ભવ્ય પોથીયાત્રા નિકળશે
===============
પાદરા ના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે આગામી ચૈત્ર માસ માં શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તા.૬ એપ્રિલ થી ભાગવત કથા શુભારંભ કરવામાં આવશે ત્યારે કથા માં વિવિધ ધાર્મિક કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવે છે અને કથા ની પૂર્ણાહુતિ હનુમાન જયંતી ના શુભ દિને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે કથા નું રસપાન પ્રસિદ્ધ કથાકાર અને પ. પૂ. શ્રી રંગ અવધૂત મહારાજ ના ઉપાસક અને ગોલ્ડ મેડલિસ્ટ પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી કરાવશે ત્યારે કથા ની શુભારંભ તા. ૬ એપ્રિલ ને રવિવાર ના રોજ કરવામાં આવશે જેના ઉપલક્ષ માં પોથીયાત્રા સવારે ,૯ કલાકે પટેલ ભુપેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ.. હસ્તે ધર્મેશ પટેલ ( ધનજી )એ.૩/ જલારામ ડુપ્લેક્સ, મધર સ્કૂલ પાસે થી નીકળશે, કથા દરરોજ બપોરે ૨.૩૦ થી ૭.૩૦ દરમ્યાન પાતળિયા હનુમાનજી મંદિર ખાતે યોજાશે, તા. ૧૧ માર્ચ ના રોજ ૧૦૮ શ્રી હનુમાન ચાલીસા ના પાઠ નું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૨ માર્ચ ના રોજ હનુમાન જયંતિ ના શુભ દિને કથા સંપન્ન થશે, જ્યાં તા. ૧૩ માર્ચ ની રવિવાર ના રોજ સાંજે ૬ કલાકે ભવ્ય ભંડારો યોજાશે આમ વિવિધ કાર્યક્રમો સાથે વર્ષો થી પાદરા પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે