ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં ભગવાન મહાવીર સ્વામી ના જન્મ કલ્યાણકની સકલ જૈન સમાજ દ્વારા ભાવ ભક્તિ પૂર્વક ઉજવણી કરવામાં આવી
શ્વેતાંબર, અને દિગંબર જૈન સમાજ દ્વારા દેરાસરોમાં,ઉપાશ્રયોમાં વહેલી સવાર થી ભગવાનના અભિષેક પૂજન વગેરે ધાર્મિક કાર્યક્રમો નું વિધિ વિધાન પુર્વક આયોજન બાદ ભગવાનને પાલખીમાં બિરાજમાન કરીને બેન્ડ વાજા સાથે યાત્રા નિકળી હતી જેમાં દિગંબર જૈન દેરાસર થી યાત્રા નિકળી ચોકસી બજાર લાલબાવાનો લીમડો , પુરૂબાઈનું પરૂ, પધરાઈ પહોંચી હતી જ્યાં શ્વેતાંબર જૈન સમાજ દ્વારા નવઘરી સ્થિત જૈન દેરાસર થી ભગવાનને પાલખીમાં બિરાજમાન કરીને બેન્ડ વાજા સાથે વાજતગાજતે યાત્રા પધરાઈ ચોક પહોંચતા બંને યાત્રા ભેગી થતા બંને પાલખી સાથે રાખી જૈન શ્રાવકો દ્વાર પૂજન અને ભક્તિ ભાવના દ્વારા આનંદ ઉલ્લાસ છવાયો હતો અને બંને યાત્રા જેમાં દિગંબર યાત્રા ઝંડા બજર તરફ થી નિકળી ચોકસી બજાર થઈને નીજ મંદિરે પહોચી હતી જ્યાં રસ્તાઓમાં ઠેર ઠેર પૂજન કરવામા આવ્યુ હતુ જયારે શ્વેતાંબર જૈન સમાજ ની યાત્રા ભાવસાર વાડ, છીપવાડ નાકા,, થઈને ઝંડાબજાર ચોકસી બજાર, ગાંઘી ચોક થઈનેયાત્રા નીજ મંદિરે પહોચી હતી આમ પાદરા નગરમાં વર્ષોની પરંપરા મુજબ ભગવાનના જન્મકલ્યાણક મહોત્સવની નીઉજવણી ભક્તિ ભાવ પુર્વક કરવામા આવી હતી જ્યા દિગંબર દેરાસરમાં સાંજે પારણું ઝુલાવવાનો કાર્યક્રમ યોજાશે અને વિવિઘ ધાર્મિક કાર્યક્રમો યોજાશે