ગોપાલ ચાવડા પાદરા
પાદરા સંતરામ મંદિરમાંરામનવમી નો વાર્ષિક ઉત્સવ યોજાયો
ગાદીપતિ પૂ મોહનદાસ મહારાજ દ્વારા ભવ્ય દિવ્ય આરતી કરવામાં આવી
ગુજરાતની તમામ સંતરામ મંદિરના મહંતશ્રી ઓ પધાર્યા, હજારોની મેદની દર્શન માટે,સાકર વર્ષાનો લાભ લેવા માટે ઉમટી
પાદરાના સંતરામ મંદિરમાં રજત મહોત્સવ અંતર્ગત ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી જેમાં પાંચ દિવસ ના યજ્ઞની પૂર્ણાહુતિ બાદ રામનવમી અનેક વર્ષોથી વાર્ષીક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે
જેમાં મંદિરને સુંદર શણગારવામાં આવ્યુ હતું
સવારથીજ મહિલા ભજન મંડળો ભજન ની ધૂન બોલાવતા હતા જેમાં પાદરાના પ્રસિદ્ધ રાધે મંડળ દ્વારા વેશભૂષા સાથે વિવિઘ પ્રસંગોને અનુરૂપ ભજન કીર્તન થતા હતા
જયારે વિવિઘ ગાદિ ઓથી પધારેલ સંતોએ આશીર્વાદ આપ્યા હતા અને મહાઆરતી બાદ સાકર વર્ષા કરવામાં આવી હતી ભક્તો દ્વારા સાકાર ની પ્રસાદી મેળવવા પડાપડી થઈ હતી અને છેલ્લે મંદિરના ભક્તો દ્વાર મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું