ગોપાલ ચાવડા પાદરા
પાદરામાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા 6 મહિનાથી 12 વર્ષ સુધીનાં બાળકોને નીઃશુલ્ક સુવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા ના શિબિરનો ઝંડા બજાર ના વાઘેશ્વરી મંદિર માં પ્રારંભ
દર પુષ્ય નક્ષત્ર માં આ સુવર્ણ પ્રાસ પીવડાવવામાં આવશે રામનવમી નાં પુષ્ય નક્ષત્રમાં મોટી સંખ્યામા વાલીઓ બાળકોને લઈને આવ્યા
આ શિબિર કાયમ ચાલશે જેમાં બાળકોમાં રોગ પ્રતિકાર શક્તિ, યાદ શક્તિ, બુદ્ધિ તત્વનો નો વિકાસ થાય છે આયુષ્ય વધે છે
વિશ્વ હિન્દુ પરિષદ કર્ણાવતી ક્ષેત્ર દ્વારા ગુજરાતના ત્રણ પ્રાંત માં ધીમે ધીમે તમામ જિલ્લાઓમાં આ સેવા કાર્ય નો વિસ્તાર થવા જઈ રહ્યો છે
જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંત માંવડોદરા જિલ્લાના પાદરાથી રામનવમીના રવી પુષ્ય નક્ષત્રમાં ઝંડા બજાર ખાતે આવેલ વાઘેશ્વરી મંદિર સવારે 9કલાકથી શરૂ કરવામાં આવ્યો હતો જેમાં દક્ષિણ ગુજરાત પ્રાંતના સહ સેવા પ્રમુખ ગોપાલ ચાવડા, વાઘેશ્વરી મંદિર નાં અર્ચક રાજુભાઈ જોશી,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાં જીગર પંડ્યા વિહિપ પ્રેરિત ભારતીય જન સેવા સંસ્થાન બાળસંસ્કણ કેંદ્ર અને માતૃશક્તિ ના ઈન્દુબેન કાછીયા, કુસુમ બેન ઘાડગે, માયાબેન પંડ્યા વગેરે સેવાઓમાં ઉપસ્થીત રહયા હતા જેમાં ઉંમર પ્રમાણે બાળકોને સૂવર્ણ પ્રાસ ના ટીપા પીવડાવવા માં આવ્યા હતા આ સેવાકાર્ય નો પ્રારંભ થતાં વાલીઓમાં ભારે આનંદ છવાયો હતો
તથા વાઘેશ્વરી મંદિર ના ટ્રસ્ટીઓ યે પણ ખુશી વ્યક્ત કરીને આ સેવા કાર્યને બિરદાવ્યું હતું
આ શિબિર દર પુષ્ય નક્ષત્ર માં તમામ પરિવારોએ પોતાના 6મહિનાથી લઈને 12વર્ષ નાં બાળકોને લઈને આવવા જણાવવામાં આવ્યુ છે