ગોપાલ ચાવડા પાદરા
પાદરાના પ્રાચીન સિદ્ધિ વિનાયક મંદિરમાં અંગારિકા ચોથ વિશેષ યજ્ઞ
________________
૧૦૦૦લાડુનો હોમાત્મક યજ્ઞ
_________
પાદરામાં પ્રાચીન સિધ્ધિ વિનાયક મંદિર ઝાંડાબજાર ખાતે આવેલ છે જે રિદ્ધિ સિદ્ધિ સહિત જમણી સુંઢ ના ગણેશ જી છે
આ મંદિર બ્રાહ્મણ પંચ ટ્રસ્ટ સંચાલન કરે છે સમગ્ર નગર ને આસ્થાનું કેન્દ્ર છે
મંગળ વાર અંગારીકા ચોથ વર્ષ માં એક વખત આવતી હોઈ તેનું વિશેષ ફળ અને મહાત્મ્ય હોય છે
પાદરાના સિદ્ધિ વિનાયક મંદિર વહેલી સવારથી વિશેષ શ્રૃંગાર આરતી પૂજન અનુષ્ઠાન કરીને. ગણેશ યાગ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો
જેમાં વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ગણેશ અથરવસિસ ના પાઠ અભિષેક અને હોમાત્મક ૧૦૦૦ લાડુ નો હોમ થશે
આ પ્રસંગે એડવોકેટ જીગર પંડ્યા , પાલિકાનાં કર્મચારી જીગ્નેશ જોષી સહિત ૩ જોડા વિશેષ પૂજા બ્રાહ્મણો દ્રારા કરી રહ્યાં છે આ પ્રસંગ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ વહેલી સવાર થી દર્શન માટે ઉમટ્યા છે જે સાંજે મેળા જેવું વાતાવરણ બની જાય છે