ગોપાલ ચાવડા
હાલોલ પ્રખંડ બજરંગ દલ ઘ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે પાવાગઢ પગપાળા યાત્રાળુઓ વિસામાનું આયોજન કરવામાં આવ્યું
ચૈત્રી નવરાત્રી નો પ્રથમ દિવસ અને ગુડી પડવો તથા હિન્દુ નવ વર્ષ નો પવિત્ર દિવસના રોજ બજરંગદળ,હાલોલ દ્વારા નવરાત્રી ના પવિત્ર પર્વ નિમિત્તે મહાકાળી મંદિર,પાવાગઢ ખાતે પગપાળા જવા વાળા માઇભક્તો ને માટે ચા,પાણી,સરબત,નાસ્તો અને આરામ કરવા ભવ્ય વિસામો નું આયોજન કરવામાં આવ્યું અને તેના ઉદ્ઘાટન નિમિત્તે હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહજી પરમાર , તથા પંચમહાલ જિલ્લા સહકારી સંઘ ના ડિરેક્ટર મયુર્ધ્વજસિંહજી પરમારજીએ વિશેષ હાજરી આપી ઉપસ્થિત રહ્યા હતા.તથા વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સહ મંત્રી ઈમેશ ભાઈ પરીખ ગોધરા,લાયન્સ પ્રમુખ લા જીતેન્દ્ર સોની,રિજિયોન ચેરમેન મહેન્દ્રભાઈ શાહ,ખજાનચી અને APMC ચેરમેન લા નારણભાઈ વરિયાસાહેબ, બજરંગદળના દક્ષિણ પ્રાંત ના પ્રમુખ અને આ “વિસામો”આયોજન ના ચેરમેન જલ્પેશ સુથાર,સિનિયર પત્રકાર અને લા પરમાનંદ સોની, સચિન સોની તથા અન્ય સભ્યો હાજર રહેલ.આ વિસામો નવ દિવસ સુધી રાખવાનું આયોજન કરવામાં આવેલ છે..પ્રમુખ અને ટીમ, બજરંગ દળ હાલોલ ના કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતા
- અહેવાલ =જલ્પેશ સુથાર , હાલોલ