ગોપાલ ચાવડા
પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ તથા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહારકતદાન કેમ્પ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ એઉમટી ૮૦ બોટલ
રક્તદાન કર્યું હતું…
પાદરા નવાપુરા સ્થિતિ સ્વામિનારાયણ મંદિર પ્રાંગણમાં શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત “મહા રકતદાન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના, શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ૫. પૂ. ઘ. ઘુ. શ્રી ૧૦૦૮ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીની પ્રેરણાથી રવિવાર તારીખ 23/03/2025ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં એક જ સાથે ૫૯ ઉપરાંત વિવિધ સ્થળોએ “આંતરાષ્ટીય મહા રક્તદાન કેમ્પ’ નું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાદરા ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ સ્વામિનારાયણ મંદિર પાદરા ખાતે રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરા સંતરામ મંદિર ના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તેમજ પાલિકા ના સદસ્ય પરેશ ગાંધી તથા સંતોષ પટેલ સહિત હરિભક્તો ના હસ્તે દીપ પ્રગટાવી રક્તદાન ની શરૂઆત કરવામાં આવી હતી, યોજાએલ રકતદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધર્મ ની સાથે સમાજ સેવા ધ્વારા રક્તદાન કરી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડયું હતું આ કેમ્પ ઇન્દુ બ્લડ બેન્ક દ્વારા સેવાઓ પૂરી પાડવામાં આવી હતી જેમાં ૮૦ બોટલ રક્તદાન એકત્ર થયું હતું