ગોપાલ ચાવડા પાદરા
પાદરાના પાતળિયા હનુમાનજી મંદિર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથા નો શુભારંભ, ઉપલક્ષમાં ભવ્ય શોભાયાત્રા અને પોથીયાત્રા નીકળી હતી..
દર વર્ષે પાદરા ના પાતળિયા હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભગવત સપ્તાહ નું ભવ્ય આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ રામનવમી ના પાવન પર્વે શ્રીમદ ભાગવત સપ્તાહ નો શુભારંભ કરવામાં આવ્યો, જેના ભાગરૂપે આજે ભવ્ય પોથીયાત્રા ની શોભાયાત્રા નીકળી હતી
પાદરા ના
ધર્મેશ ભુપેન્દ્રભાઈ પટેલ ને ત્યાંથી ભવ્ય પોથીયાત્રા નું પૂંજન કરવામાં આવ્યું હતું જે પ્રસંગે પાદરા ના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત બરોડા ડેરી ના ચેરમેન દિનુમામા તથા પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પઢિયાર તથા અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, પોથીયાત્રા માં કથા નું રસપાન વલસાડ ના સુપ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ ના ઉપાસક પૂજ્ય શ્રી રાકેશભાઈ જોશી ધ્વારા કરવામાં આવશે.
પોથીયાત્રા માં ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, પોથીયાત્રા નગર ના મુખ્ય રાજમાર્ગો પર ફરી ને પાતળિયા હનુમાનજી મંદિર સપ્તાહ સ્થળે પહોંચી હતી જ્યાં મંદિર ખાતે પીવા ના પાણી માટે વોટર કૂલર આપનાર દાતા તેમજ કથાકાર ધ્વારા વોટર કૂલર નું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું કથા સ્થળ પાતળિયા હનુમાનજી મંદિર ખાતે, આવેલ મહાનુભવો ના હસ્તે દીપ પ્રગટાવી શ્રીમદ ભાગવત કથા નો શુભારંભ કરાવ્યો હતો