પાદરા
ગોપાલ ચાવડા
ચૈત્ર સુદ પડવો હિન્દુ નવ વર્ષ
વિશ્વ હિન્દુ પરિષદ પાદરા દ્વારા વર્ષોની પરંપરા પ્રમાણે પાદરાની સ્થાપના દિવસ મુખ્ય ચોક ઝંડા બજાર ખાતે આવેલ ચબુતરા ઉપર પવિત્ર ભગવા ધ્વજ નીપૂજા અર્ચના કરીને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું
હિન્દુ નવ વર્ષ એટલે ચૈત્ર સુદ પડવો
આ દિવસ એટલે હિન્દુ ધર્મના અનેક અવસરનો પવિત્ર દિવસ અંદાજીત
300 વર્ષ ની આસપાસ દલા પાદરિયાએ કુદરતી સંકેતમાની ગાડાના ઝુહરા ઉપર ભગવો ધ્વજ રોપીને પાદરા નગર ની સ્થાપના કરી હતી તે દિવસ ની પરંપરા ને આગળ ચલાવીને વિશ્વ હિન્દુ પરિષદ 40 વર્ષ થી ગુડી પડવા ના દિવશે નવા ધ્વજ નું આરોહણ કરે છે રવિવારે
બપોરે 12,39 ના વિજય મુર્હૂત ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા
વિશ્વ હિન્દુ પરિષદ ના દક્ષિણ ગુજરાતના સહ સેવા પ્રમુખ ગોપાલ ચાવડા
પૂર્વ પાદરા શહેર પ્રમુખ રાજુભાઈ પઢીયાર ,ભાજપ નગર પ્રમુખ દીપેન પંચાલ ભાજપનાં પાલિકાનાં ચેરમેન શ્રીઓ, વિહિપ ના કાર્યકર્તાઓ ભાજપના હોદેદારો વિવિઘ હિન્દુ સંગઠનના કાર્યકરો, નગરનાં વેપારીઓ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાનોએ ધ્વજનું પૂજન કર્યું ફૂલહાર, કંકુ તિલક કરી શ્રીફળ વધેરીને નવ વર્ષની શુભ કામનાઓ કરી ધ્વજારોહણ કર્યું ત્યારે ભારત માતા કી જય, જયશ્રી રામ અને વંદેમાતરમ્ ના નાદ સાથે વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો