ગોપાલ ચાવડા પાદરા
પાદરા ના આથમના પુરા વિસ્તારમાં બે બાળકોને કરંટ લાગતા બાળકનું મોત થયું છે જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો છે
પાદરા તાલુકાના મુજપુર ગામમાં આથમણા પુરા વિસ્તારમાં ભાથુજીના મંદિર પાસે રહેતા પ્રવિણસિંહ જાદવ ના પુત્ર અને પુત્રી બંને પોતાના ઘરના પાછળના ભાગે રમતા હતા તે સમય દરમિયાન તેમના બે વર્ષના પુત્ર અનિરુદ્ધ રમતા રમતા પત્રા સાથે બાંધેલા તારને અટકી જતા તેને કરંટ લાગ્યો હતો તેને છોડાવવા માટે તેની બહેન અનિરુદ્ધને પકડવા માટે ગઈ હતી જોકે તેમાં બે વર્ષના બાળકનું ઘટના સ્થળજ પર જ કમ કમાટી ભર્યું મોત થયું હતું જ્યારે બાળકીનો આબાદ બચાવ થયો હતો બાળકીના બંને હાથમાં કરંટ લાગતા તેને ગંભીર ઇજાઓ થવા પામી હતી એમાં બાળકીને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જ્યારે બાળકને પાદરાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવ્યો હતો સમગ્ર મામલે પરિવારમાં દુઃખ નો માહોલ છવાઈ જવા પામ્યો હતો