ગોપાલ ચાવડા પાદરા
પાદરા એપીએમસી માં આગામી લોકસભા ને ચૂંટણીની આ ધ્યાનમાં રાખી મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
આ કાર્યક્રમમાં નાયબ મામલતદાર ઝાલા તથા એપીએમસીના સેક્રેટરી અલ્કેસભાઈ પટેલ સહિત કર્મચારીઓ તથા પાદરા સરદાર માર્કેટના મોટી સંખ્યામાં વેપારીઓ હાજર રહ્યા હતા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી ગણતરીના દિવસોમાં તેનું મતદાન થવાનું હોય જાગૃત નાગરિકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે સરકારી તંત્ર દ્વારા વિવિધ પ્રયોગો જાગૃતિ અંગે કરવામાં આવી રહ્યા છે જેમાં પાદરા નગરનું હાર્ટ ગણાતા એપીએમસીમાં જ્યાં સમગ્ર તાલુકામાંથી ખેડૂતો પોતાની શાકભાજી વેચવા માટે આવતા હોય છે ત્યારે આ ખેડૂતોમાં તથા વેપારીઓમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે ગુરૂવારના રોજ બપોરે પાદરા નાયબ મામલતદાર ઝાલા ની અધ્યક્ષતામાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પાદરા એપીએમસીના સેક્રેટરી અલ્કેશભાઇ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શાકભાજીના વેપારીઓ હાજર રહ્યા હતા અને તેમાં સો ટકા મતદાન કરવું એ સૌની ફરજ છે સૌનો અધિકાર છે એના આધારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં એક એગ્રીમેન્ટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મતદારો , જાગૃત નાગરિકો તથા ઉપસ્થિત અધિકારીઓએ તથા વ્યાપારીઓએ સંકલ્પ પ્રતિજ્ઞા લીધી હતી કે અમે લોકશાહીના હિતમાં સો ટકા મતદાન કરીશું અને કરાવીશું અને ત્યારબાદ સહુ વેપારીઓએ હાથમાં પ્લે કાર્ડ લઈ અને એપીએમસીમાં નીકળ્યા હતા અને સૂત્રો કર્યા હતા કે સો ટકા મતદાન કરો આમ પાદરા મામલતદાર કચેરી અને એપીએમસી દ્વારા મતદાન અંગે જાગૃતિ લાવવા માટે આ આજ નો સરસ કાર્યક્રમ યોજ્યો હતો આયોજન એપીએમસીના અલ્કેશભાઇ સહિત સ્ટાફે કર્યું હતું અને આ કાર્યક્રમ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું