પાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા
પાદરામાં લાભ પાંચમના શુભ દિવસેપાદરામાં લાંભ પાચમ ના શુભ દિવસે ખત્રી મહારાજ અને બેઠક મંદિર ખાતે વિરાટ અન્નકૂટ ના મનોરથ દર્શન યોજાયા
એનેક મંદિરોમાં પરંપરાગત અન્નકૂટ ના દર્શન મનોરથ ઉજવાયા હતા
જેમાં પાદરાના પ્રવેશ દ્વારે આવેલા ખત્રી મહારાજ ના મંદિરે ભવ્ય અને વિરાટ અન્નકૂટ મહોત્સવ ઉજવાયો હતો જેમાં મંદિર સંચાલકો દ્વારા સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ
આ પ્રસંગ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા, પાદરા પીઆઈ વીએ ચારણ, પાલિકાના કારોબારી ચેરમેન સચિન ગાંઘી, પરેશ ગાંધી, સહિત આગેવાનોએ મહા આરતી કરી હતી
આ પ્રસંગે સેંકડો ની સંખ્યા મા ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા
જ્યારે વૈષ્ણવ હવેલી બેઠક મંદિરે પણ ભવ્ય અન્નકૂટ મનોરથ દર્શન યોજાયા હતા જેમાં વૈષ્ણવો દ્રારા સુંદર કીર્તન ના કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા એ પણ મંજીરા ઉપર સંગત કરી હતી
પાદરા નગરના સહું વૈષ્ણવો મોટી સંખ્યામાં ઉપસ્થીત રહીને દર્શન નો લાવો લીધો હતો