પાદરા ગોપાલ ચાવડા
====
પાદરા માં એટીએમ કાર્ડ માં છેતરપિંડી કરી રૂપિયા ઉપાડી લેતી નોઈડા યુપી ટોળકીના 3 આરોપી પાદરા પોલીસના હાથ મા આવ્યા
એટીએમ માં છેતરપિંડી કરવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને તેની ફરિયાદો નોંધાવા પામતી હોય છે જેવી જ ઘટના પાદરામાં બની હતી જેમાં ગત બીજા મહિનાની સાતમી તારીખે પાદરા એક વૃદ્ધને છેતરપિંડી કરી ₹2,54,000 રૂપિયા આરોપીઓએ ઉપાડી લીધા હતા બનાવની વાત કરવામાં આવે તો વૃદ્ધને પૈસાની જરૂર હતી તેઓ પોતાના એટીએમ કાર્ડ લઈને એટીએમમાં ગયા હતા જ્યાંથી તેઓએ પોતાના પૈસા ઉપાડ્યા હતા ત્રણ યુવક મોઢા પર રૂમાલ બાંધીને ઉભા હતા અને પોતે રૂપિયા ઉપાડવા આવ્યા હોય તે પ્રકારનો દેખાવ કરતા હતા વૃદ્ધ પોતે જ્યારે પૈસા ઉપાડીને atm માંથી બહાર નીકળતા હતા તે સમય દરમિયાન આરોપીએ વૃદ્ધને કહ્યું હતું કે તમારું એટીએમ કાર્ડ બદલાઈ ગયું છે અને વૃદ્ધને ખોટું એટીએમ કાર્ડ આપી વૃદ્ધનું સાચું એટીએમ કાર્ડ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા ત્યારબાદ આરોપીએ વડોદરા જિલ્લા અને મથુરા ના અલગ અલગ એટીએમ માંથી રૂપિયા 2,54,000 વૃદ્ધના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા જે ઘટનાની જાણ વૃદ્ધને થતા તેઓએ પાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી સમગ્ર ઘટનાના પગલે પાદરા પોલીસે વૃદ્ધની ફરિયાદને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી જે તપાસમાં પાદરા પોલીસે દિલ્હીની નોઈડા ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી છે અંકિત ચૌધરી સાગર ઉર્ફે અંકુર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ત્રણે આરોપી મૂડ બુદ્ધ નગર ઉત્તર પ્રદેશ રાજ્ય ના હોવાનું બહાર આવ્યું છે આરોપીઓ કેટલા ગુનામાં સંડોવેલા છે અને કેટલા લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કરવામાં આવી છે જે સમગ્ર મામલે પાદરા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે મળતી વિગતોની આ આરોપીઓ છેલ્લા ઘણા વખતથી આ જ પ્રકારના ગુના ને અંજામ આપે છે પોલીસના જણાવ્યા અનુસાર આ ટોળકી ની એમ ઓ એ પ્રકાર ની છે કે તે શાંત એકાંત વાળા વિસ્તારોમાં એકલા આવેલા વૃદ્ધ અને નાની ઉંમર ના વ્યક્તિઓ ને ટાર્ગેટ કરી તેમના એટીએમ કાર્ડ દ્વારા રૂપિયા કાઢવાની મદદ કરી તેમજ તેમનો પિન નંબર જાણી કાર્ડ બદલી નાખી તેજ atm કાર્ડ નો બીજે ઉપયોગ કરી રૂપિયા ઉપાડી અને તેજ એટીએમ કાર્ડ બીજાને આપી દઈ બીજાસાથે બીજા ગુનાને અંજામ આપતાં આમ વારંવાર ગુનો આંચરી લોકોને સાથે છેતરપિંડી કરતા આરોપીઓ સામે અનેક જગ્યાઓ પર ગુનાઓ નોંધાયા હોવાનું પણ બહાર આવ્યું છે
પોલિસે આ અંગે ઊંડી તપાસ હાથ ધરી છે